Bharuch News/ જંબુસરમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સામે ગુનો નોંધાયો, મહિલાના ફોટા વાયરલ કરી બદનામ કર્યાનો આરોપ

જંબુસરમાં BJP યુવા મોરચાના ઉપપ્રમુખ તુષાર ઉર્ફે જીગ્નેશ ઠાકોર સામે મહિલાને હેરાન કરવાની ફરિયાદ, સગાઈ બાદ ફોટા વાયરલ કરી બદનામ કર્યાનો આરોપ

Others Gujarat Breaking News
bjp

 Bharuch News: ભરૂચ જિલ્લાના જંબુસરમાં BJP યુવા મોરચાના ઉપપ્રમુખ સામે મહિલાને હેરાનગતિ કરવાના આરોપસર ગુનો નોંધાયો છે. આ મામલે તુષાર ઉર્ફે જીગ્નેશ ઠાકોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકીય પદ ધરાવતી વ્યક્તિ સામે ગુનો નોંધાતા સ્થાનિક સ્તરે આ બાબત ચર્ચાનો વિષય બની છે. ફરિયાદ બાદ વેડચ પોલીસે યુવા મોરચાના ઉપપ્રમુખની ધરપકડ કરી છે.

BJP: સગાઈ થતાં ફોટા વાયરલ કરી બદનામ કર્યાનો આરોપ

ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે મહિલાની સગાઈ થતાં આરોપીએ તેના ફોટા વાયરલ કરીને તેને સમાજમાં બદનામ (Disreputable)કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદ મુજબ, આ કૃત્યથી મહિલાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાથી મહિલાને માનસિક હેરાનગતિ થઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

સગાઈ માટે દબાણ અને જાનથી મારી નાખવાની ધમકી

મહિલાએ આક્ષેપ કર્યો છે કે આરોપી તેને પોતાની સાથે સગાઈ કરવા માટે સતત દબાણ કરતો હતો. એટલું જ નહીં, જો મહિલા સગાઈ નહીં કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. આ ધમકીઓને પગલે મહિલાએ આખરે પોલીસનો સંપર્ક કરી કાયદેસરની ફરિયાદ નોંધાવી હોવાનું જણાવાયું છે.

વેડચ પોલીસે કરી ધરપકડ

ફરિયાદના આધારે વેડચ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને (BJP Youth Wing) ભાજપ યુવા મોરચા ના ઉપપ્રમુખની ધરપકડ કરી છે. પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદમાં કરાયેલા આરોપોની ખરાઈ માટે પોલીસ દ્વારા જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા હોવાનું મનાય છે. આ કેસમાં આગળ શું વિગતો સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: અમદાવાદમાં જાહેર રોડ પર બર્થડે પાર્ટી કરી, પોલીસ પહોંચતાં કારચાલકો રવાના! ભાજપ યુવા મોરચાના આગેવાન સામે પણ તપાસ

આ પણ વાંચો: ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના 4 નેતાઓને સ્થાન, હેમાંગ જોશી બન્યા રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ

આ પણ વાંચો: ખંભાતમાં બ્લેકમેલિંગ બાદ દુષ્કર્મનો આક્ષેપ, ભાજપ યુવા મોરચાના સભ્ય સહિત બે સામે FIR