Gujarat Local Body Election 2026/ અમદાવાદમાં કોંગ્રેસમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ,પ્રથમ ઉમેદવાર યાદીમાં અનેક ખામીઓ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ચૂંટણી 2026 માટે કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવાર યાદીમાં (Voter List) મોટી ખામી સામે આવી છે. ઘણા ઉમેદવારોના નામ મતદાર યાદીમાં નથી, જેના કારણે રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Voter List

Gujarat Local Body Election 2026:AMCની આગામી સ્થાનિક ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે 5-6 એપ્રિલ 2026ના રોજ પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. આ યાદીમાં (Voter List) અમદાવાદના 48 વોર્ડમાંથી 32 વોર્ડ માટે કુલ 92-93 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 42 મહિલા ઉમેદવારો સામેલ છે.પાર્ટીએ આ યાદીને “મજબૂત ગ્રાસરૂટ કાર્યકર્તાઓ અને અનુભવી ચહેરાઓ”ને તક આપવાના રૂપમાં રજૂ કરી છે. જેમાં દરિયાપુર, દાણીલીમડા, અમરાઈવાડી અને ચાંદખેડા જેવા વોર્ડમાંથી કેટલાક બેઠક ધરાવતા કોર્પોરેટર્સને ફરીથી ટિકિટ આપવામાં આવી છે.

પરંતુ યાદી (Voter List) જાહેર થતાની સાથે જ મોટા વિવાદ અને અગવડતાનું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને ચાંદલોડિયા, ઇન્દ્રપુરી અને નવરંગપુરા વોર્ડના અનેક ઉમેદવારોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન મતદાર યાદી (SIR 2026)માં નથી મળતા. આ તકનીકી ખામીને કારણે કોંગ્રેસની આંતરિક તૈયારી અને વ્યવસ્થાપન પર સવાલ ઉઠી રહ્યા છે.

મતદાર યાદીને (Voter List) લઈ વિવાદ 

ચાંદલોડિયા વોર્ડમાં 3, ઇન્દ્રપુરીમાં 4 અને નવરંગપુરામાં 3 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. પરંતુ આમાંના કેટલાક ઉમેદવારોના નામ કોર્પોરેશનની વોટર લિસ્ટમાં અદૃશ્ય છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારનું નામ મતદાર યાદીમાં (Voter List) હોવું અથવા મતદારનો દાખલો જરૂરી છે. જો નામ ન હોય તો નોમિનેશન પેપર સ્વીકારવામાં આવી શકે નહીં અથવા પછીથી કોર્ટમાં પડકારવામાં આવી શકે છે.આવી ભૂલને કારણે કોંગ્રેસને આ ત્રણ વોર્ડમાં છેલ્લી ઘડીએ કેટલાક ઉમેદવારોને બદલવા પડી શકે છે, જે પાર્ટી માટે સમય અને સંગઠનાત્મક અગવડતા વધારશે.

સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓ આ સ્થિતિને વ્યંગાત્મક રીતે “અંધેરી નગરી અને ગંડુ રાજા” જેવા શબ્દોમાં વર્ણવી રહ્યા છે. તેઓ કહે છે કે પ્રથમ યાદી જાહેર કરતા પહેલા મૂળભૂત તપાસ પણ ન કરવામાં આવી, જે પાર્ટીની તૈયારી પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવે છે.કોંગ્રેસે દાવો કર્યો છે કે આ યાદીમાં (Voter List) ગ્રાસરૂટ કાર્યકર્તાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે અને કેટલાક પુરાણા અનુભવી ચહેરાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. પરંતુ પ્રથમ યાદીમાં જ આવી તકનીકી ભૂલો બહાર આવતાં પાર્ટીની આંતરિક વ્યવસ્થા અને સંકલન પર ટીકા થઈ રહી છે.

2026ની ચૂંટણી માટે મહત્વપૂર્ણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જાહેરનામું 6 એપ્રિલ 2026ના રોજ બહાર પાડવામાં આવ્યું છે, જેના સાથે જ એ જ દિવસે સવારે 11 વાગ્યાથી નોમિનેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો માટે નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 સાંજે 3 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. જોકે, સ્ક્રુટિની, ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ તેમજ મતદાનની તારીખો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, જેને લઈને રાજકીય વર્તુળોમાં આતુરતા જોવા મળી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદ AMC ચૂંટણી: ‘પાકિસ્તાન એન્ટ્રી’ નિવેદનથી વિવાદ, ભૂષણ ભટ્ટ બોલ્યા-ખાડિયા અખંડ રહેશે

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે ગુજરાતમાં વસ્તી ગણતરી પાછી ઠેલાઈ