Ahmedabad News:અમદાવાદમાં શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય એકમો સામે AMCના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.તાજેતરમાં કરાયેલી તપાસ દરમિયાન પનીરના નામે એનાલોગ પનીર (Analogues Paneer) વાપરવા અને અસ્વચ્છતાના મામલે બે જાણીતા ખાણી-પીણીના એકમોને સીલ કરવામાં આવ્યા છે. સાથે જ કુલ 244 કિલોગ્રામ શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું છે.

AMCની ટીમે ગોતા વિસ્તારમાં આવેલી શ્રીકૃષ્ણા ડેરીમાંથી 140 કિલોગ્રામ અને નરોડા વિસ્તારમાં આવેલી રાધે ડેરીમાંથી 104 કિલોગ્રામ શંકાસ્પદ પનીર જપ્ત કર્યું છે. આ તમામ જથ્થાના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.તપાસ દરમિયાન વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ભૈરવનાથ પંજાબી તડકામાં ફૂડ લાઈસન્સ ન હોવાનું સામે આવ્યું. વધુમાં, મેનુમાં પનીર દર્શાવીને એનાલોગ (Analogues Paneer) પીરસવામાં આવતું હોવાનું જણાતા આ એકમને જાહેર આરોગ્યના હિતમાં સીલ કરવામાં આવ્યો છે.
એનાલોગ પનીરને (Analogues Paneer) લઈ AMC ફૂડ વિભાગ સતર્ક
નવરંગપુરા વિસ્તારમાં આવેલા પંજાબ દી મહેક ખાતે રસોડામાં ભારે ગંદકી અને જીવાતો મળી આવતા તેને પણ તાત્કાલિક સીલ કરવામાં આવ્યું છે.AMC ફૂડ વિભાગે છેલ્લા પાંચ શહેરના વિવિધ ઝોનમાં કુલ 452 ખાદ્ય એકમોની તપાસ કરી છે. આમાંથી ૨૩૫ એકમોને વિવિધ ઉલ્લંઘનો બદલ નોટિસ ફટકારવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કુલ 314 કિલોગ્રામ અને 188 લીટર બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. સાથે જ નિયમોના ભંગ બદલ રૂ. 1,52,000નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે. તપાસ દરમિયાન કુલ 188 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં પનીરના (Analogues Paneer) 69, દૂધ ઉત્પાદનોના 22, નોન-વેજ પ્રોડક્ટ્સના 25 તેમજ શેરડીના રસ અને મસાલા સહિતના અન્ય નમૂનાઓનો સમાવેશ થાય છે.આ તમામ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કુલ 314 કિલોગ્રામ અને 188 લીટર બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. સાથે જ નિયમોના ભંગ બદલ રૂ. 1,52,000નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે. તપાસ દરમિયાન કુલ 188 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં પનીરના 69, દૂધ ઉત્પાદનોના 22, નોન-વેજ પ્રોડક્ટ્સના ૨૫ તેમજ શેરડીના રસ અને મસાલા સહિતના અન્ય નમૂનાઓનો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCનો ફૂડ સેફ્ટી ડ્રાઇવ: 495 સેમ્પલમાંથી 10 પનીર સબ-સ્ટાન્ડર્ડ
આ પણ વાંચો:વેપારીઓ સાવધાન! ડુપ્લિકેટ પનીરના વેચાણ પર ફૂડ સેફ્ટી વિભાગના કડક નિયમો જાહેર
આ પણ વાંચો: વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે: ખાદ્યપાનની આ ચીજવસ્તુઓને કહી દો Bye Bye

