Gujarat Weather/ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વર્ષે ચોમાસું નબળું રહેવાની સંભાવના

સ્કાયમેટ હવામાન મુજબ 2026માં દેશભરમાં ફક્ત 94% વરસાદની (Gujarat Rain) શક્યતા. ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની ખાધનું અનુમાન.

Top Stories Gujarat Breaking News
Gujarat Rain

Gujarat Weather:ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે હજુ સત્તાવાર લાંબા ગાળાનું ચોમાસુ પૂર્વાનુમાન જારી કર્યું નથી, પરંતુ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરએ 2026ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે સ્પષ્ટ આગાહી કરી છે. તે અનુસાર આ વર્ષે દેશભરમાં વરસાદ (Gujarat Rain) લાંબા ગાળાના સરેરાશ (LPA)ના માત્ર 94% જેટલો જ થવાની સંભાવના છે, જે સામાન્યથી નબળું કેટેગરીમાં આવે છે.

સ્કાયમેટે જણાવ્યું છે કે ચોમાસાના પ્રથમ અર્ધભાગ (જૂન-જુલાઈ)માં વરસાદ સામાન્ય કે તેનાથી થોડો ઓછો રહી શકે છે, જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અલ નીનોની અસર વધુ પ્રબળ બનતાં વરસાદમાં (Gujarat Rain) વધુ ખાધ પડવાની સંભાવના છે. મહિના-વાર આગાહીમાં જૂનમાં 101%, જુલાઈમાં 95%, ઓગસ્ટમાં 92% અને સપ્ટેમ્બરમાં 89% વરસાદનું અનુમાન છે.

 

ગુજરાતમાં વરસાદ (Gujarat Rain) માત્ર 94% જેટલો જ થવાની સંભાવના

સ્કાયમેટની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગમાં વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. પશ્ચિમ અને મધ્ય ભારતની જેમ ગુજરાત પણ વરસાદના ખાધના વિસ્તારમાં સામેલ છે.હાલમાં પેસિફિક મહાસાગરમાં લા નીનાની નબળી સ્થિતિ છે, જે ધીરે ધીરે ENSO-Neutral તરફ જઈ રહી છે. જૂન-ઓગસ્ટ 2026માં અલ નીનો વિકસિત થવાની 62% શક્યતા છે, જે ચોમાસાના ઉત્તરાર્ધમાં વરસાદને અસર કરી શકે છે. અલ નીનો સામાન્ય રીતે ભારતીય ચોમાસાને નબળો પાડે છે, જેનાથી વરસાદમાં ઘટાડો, દુષ્કાળનું જોખમ અને તાપમાનમાં વધારો થઈ શકે છે.


આ પણ વાંચો:આગામી 3 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

આ પણ વાંચો:ગુજરાત રાજ્યના 10થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા, જાણો કયા વિસ્તારમાં પડશે વરસાદ?

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગરમીમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે