Ahmedabad News: અમદાવાદના શાહપુર (Shahpur) વિસ્તારમાં પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ મોટી કાર્યવાહી કરીને નકલી વિદેશી દારૂ (Fake Foreign Liquor Factory) બનાવવાના ગેરકાયદેસર કારખાનાનો પર્દાફાશ કર્યો છે. શાહપુરની હલીમની ખડકી વિસ્તારમાં આવેલા એક મકાનમાં સસ્તા દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવી તેને જાણીતી બ્રાન્ડની બોટલોમાં ભરી વેચવાનો ધંધો ચાલી રહ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ફરાર હોવાનું સામે આવ્યું છે.
Fake Foreign Liquor Factory: સસ્તા દારૂને બ્રાન્ડેડ બનાવી વેચવાનો ગોરખધંધો
પોલીસ તપાસમાં (PCB Raid Ahmedabad) સામે આવ્યું છે કે આરોપીઓ સસ્તી ગુણવત્તાનો દારૂ ખરીદી તેમાં વિવિધ કેમિકલ અને ફ્લેવર ભેળવતા હતા. ત્યારબાદ તેને જાણીતી વિદેશી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી, નકલી સ્ટીકર અને સીલ લગાવી અસલી દારૂ તરીકે બજારમાં વેચવામાં આવતો હતો. આ રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને ગેરકાયદેસર (Prohibition Act) નફો કમાવવાનો ધંધો ચલાવવામાં આવતો હતો.
227 બોટલો સહિત રૂ.1.56 લાખનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે મંદિપ ભાવસાર, કૈલાશ બોડાણા, દેવ પટેલ અને દેવાંગ જાની નામના ચાર આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. પોલીસે 227 વિદેશી દારૂની બોટલો, કેરબામાં ભરેલો દારૂ, બ્રાન્ડેડ કંપનીઓની ખાલી બોટલો, નકલી સ્ટીકરો, બુચ, ફ્લેવર, હેર ડ્રાયર સહિત બોટલ સીલ કરવાની સામગ્રી, પાંચ મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ અંદાજે રૂ.1.56 લાખનો મુદ્દામાલ (Liquor Seized) કબજે કર્યો છે.
મુખ્ય સૂત્રધાર ફરાર, સપ્લાય નેટવર્કની તપાસ શરૂ
આ સમગ્ર ગેરકાયદેસર નેટવર્કનો મુખ્ય આરોપી વિક્કી ઉર્ફે મંગો ઉર્ફે બળેલો કનુભાઈ ચૌહાણ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે. PCBએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ નકલી દારૂ શહેરના કયા વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવતો હતો તેમજ તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વડોદરાના ખાનપુર ચોકડી નજીક દારૂ ભરેલી કાર પકડાઈ, 2.90 લાખ રૂપિયાનો દારૂ જપ્ત
આ પણ વાંચો: જામનગરના ગોરધનપર ગામમાં 10 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત
આ પણ વાંચો: રાજકોટના જસદણમાંથી એક કરોડનો વિદેશી દારૂ જપ્ત, નર્મદામાં 30 લાખના દારૂનો નાશ
