Ahmedabad Airport Flight Cancel : શિયાળુ હવામાનના કારણે શહેરમાં ગાઢ ધુમ્મસ છવાતા અમદાવાદ એરપોર્ટ (Airport) ની ફ્લાઇટ (Flight) કામગીરી પર ભારે અસર પડી છે. ઉત્તર ભારત, ખાસ કરીને દિલ્હીમાં ધુમ્મસની સ્થિતિને કારણે આજે અમદાવાદ એરપોર્ટ (Airport)પરથી 15 ફ્લાઇટ્સ રદ (Flight Cancel) કરવામાં આવી છે, જ્યારે 24 ફ્લાઇટ્સ મોડેથી (Flight Delay) ચાલી રહી છે.
સવારથી જ ધુમ્મસ (Fog)ના કારણે એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઘટી ગઈ હતી. તેની સીધી અસર અરાઇવલ અને ડિપાર્ચર બંને ફ્લાઇટ્સ પર પડી છે. એર ઇન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઇસજેટ સહિતની અનેક એરલાઇન્સની ફ્લાઇટ્સ (Flight) કેન્સલ અને ડિલે થતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ (Airport) પર અફરાતફરીનું વાતાવરણ સર્જાયું છે.

અમદાવાદ એરપોર્ટ (Airport) અરાઇવલ કેન્સલ ફ્લાઇટ્સ
અરાઇવલ ફ્લાઇટ્સ (Arrival Flight)માં સ્ટાર એરની ઇન્દોરથી આવતી ફ્લાઇટ, ઈન્ડિગોની ગાઝિયાબાદથી આવતી ફ્લાઇટ, સ્પાઇસજેટની કોલકાતા અને વારાણસીથી આવતી ફ્લાઇટ, તેમજ એર ઇન્ડિયાની મુંબઈ અને દિલ્હીથી આવતી બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઉપરાંત, ઈન્ડિગોની મુંબઈથી આવતી ફ્લાઇટ પણ કેન્સલ કરાઈ છે.
અરાઇવલ ડિલે ફ્લાઇટ્સ
ઈન્ડિગોની રાંચી, દિલ્હી, મુંબઈ, ગોવા, જયપુર, જમ્મુ, દેહરાદૂન અને દુબઈથી આવતી ફ્લાઇટ્સ ડિલે થઈ છે. સ્ટાર એરની પૂર્ણિયા, સ્પાઇસજેટની દિલ્હી અને એર ઇન્ડિયાની મુંબઈથી આવતી ફ્લાઇટ્સ પણ મોડેથી પહોંચી રહી છે.
ડિપાર્ચર કેન્સલ ફ્લાઇટ્સ
અમદાવાદથી ઉપડતી સ્ટાર એરની ઇન્દોર, એર ઇન્ડિયાની મુંબઈ અને દિલ્હી (બે ફ્લાઇટ), ઈન્ડિગોની ગાઝિયાબાદ અને અમૃતસર, તેમજ સ્પાઇસજેટની કોલકાતા જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ડિપાર્ચર ડિલે ફ્લાઇટ્સ
ઈન્ડિગોની ચંદીગઢ, મુંબઈ, દિલ્હી, રાંચી, જયપુર, જેદ્દાહ, વારાણસી અને ગોવા, તેમજ સ્પાઇસજેટની દિલ્હી, દુબઈ અને ચેન્નઈ જતી ફ્લાઇટ્સ મોડેથી રવાના થશે.
એરલાઇન્સની એડવાઇઝરી
ઈન્ડિગો એરલાઇને એડવાઇઝરી જાહેર કરતા જણાવ્યું છે કે દિલ્હી (Delhi) માં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ ઘટી છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે. સલામતીને પ્રાથમિકતા આપતા કેટલીક ફ્લાઇટ્સ રદ થઈ શકે છે અથવા વધુ વિલંબ થઈ શકે છે.
એર ઇન્ડિયાએ પણ જણાવ્યું છે કે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નબળી વિઝિબિલિટીના કારણે ફ્લાઇટ ઓપરેશન પ્રભાવિત થયું છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે.
ધુમ્મસને કારણે રોડ ટ્રાફિક પણ ધીમો પડી શકે હોવાથી મુસાફરોને એરપોર્ટ (Airport) પહોંચવા માટે વધારાનો સમય રાખવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો:કાઠમંડુમાં પક્ષી સાથે હેલિકોપ્ટર અથડાતા કર્યું ઇમરજન્સી લેન્ડિંગ
આ પણ વાંચો:Usમાં અકસ્માત ટળ્યો, અમેરિકન એરલાઇન્સના પ્લેનના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ
આ પણ વાંચો: એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં ગંભીર ટેકનિકલ ખામી, લેન્ડિંગ સમયે ટાયર ફાટ્યું

