World News/ ઈરાને અમેરિકા પર વધુ પડતી માંગણીઓ, સ્થિતિ બદલવા અને વિરોધાભાસી વાણી-વર્તનનો આરોપ લગાવ્યો

ઈરાને (Iran) અમેરિકાને નિશાન બનાવીને આરોપ લગાવ્યો છે કે તે વધુ પડતી માંગણીઓ કરી રહ્યું છે,

Top Stories World
Iran

America VS Iran: અમેરિકા-ઈરાન વચ્ચેની બીજી રાઉન્ડની વાટાઘાટોને લઈને અનિશ્ચિતતા વધતી નજરે પડી રહી છે. ઈરાને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હાલ તે ચર્ચામાં જોડાવા માટે તૈયાર નથી. ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ ઈસ્લામાબાદમાં વાટાઘાટો યોજાનાં અહેવાલોને નકારી કાઢ્યા છે અને તેને ખોટા ગણાવ્યા છે.

આ વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલુ યુદ્ધવિરામ 22 એપ્રિલે પૂર્ણ થવાનું છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વાટાઘાટકારોને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવા મળ્યુ છે.

ઈરાન (Iran) નો દાવો: યુએસ નૌકાદળે યુદ્ધવિરામ તોડ્યો

ઈરાને અમેરિકા સામે કડક વલણ અપનાવતા વધુ પડતી માંગણીઓ કરવાનો આરોપ લગાવ્યો છે. તેના અનુસાર, અમેરિકાની અવ્યવહારુ શરતો, વારંવાર બદલાતી સ્થિતિ અને વિરોધાભાસી નિવેદનો વાટાઘાટોમાં મોટી અડચણ બની રહ્યા છે.

ઈરાને વધુમાં દાવો કર્યો છે કે અમેરિકાનું નૌકાદળ નાકાબંધી કરીને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન છે, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની રહી છે. તેહરાનના મતે, આવા સંજોગોમાં સકારાત્મક અને અસરકારક ચર્ચાની શક્યતાઓ ખૂબ ઓછી દેખાઈ રહી છે.

ઈરાનનો અમેરિકાને પર “બ્લેમ ગેમ”નો આરોપ

ઈરાને અમેરિકા પર “બ્લેમ ગેમ” રમવાનો આરોપ લગાવતા કહ્યું છે કે યુએસ જાણી જોઇને ભ્રામક સમાચાર ફેલાવી રહ્યું છે. જેથી ઈરાન દબાણમાં આવીને વાટાઘાટોમાં જોડાશે.

આ વચ્ચે અમેરિકાની નાકાબંધી અને ઈરાની જહાજ સામેની કાર્યવાહીથી પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ છે. ઈરાને ચેતવણી આપી છે કે તે આ પગલાંનો જવાબ આપશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, તેહરાને સ્પષ્ટ કરી દીધું છે કે નાકાબંધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ચર્ચા શક્ય નથી, જેના કારણે અમેરિકા-ઈરાન તણાવ વધુ ઘેરો બનતો જાય છે.

ટ્રમ્પનું નિવેદન: યુદ્ધવિરામ તૂટ્યું, છતાં વાતચીતના દરવાજા ખુલ્લા

તેમજ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે તેઓ હજુ પણ સમજૂતીની આશા રાખે છે. તેમણે કહ્યું કે અમેરિકા ઈરાનને એક વાજબી અને સારી ઓફર કરી રહ્યું છે અને આશા રાખે છે કે ઈરાન તેનો સ્વીકાર કરશે.


આ પણ વાંચો :   ઈરાનની રેડ સી નાકાબંધીની ધમકી વચ્ચે શાંતિ મંત્રણા તેજ, ટ્રમ્પનો ઈઝરાયલ-લેબનોન પર મોટો દાવો

આ પણ વાંચો :    કેનેડા PR મેળવવી થશે સરળ? એક્સપ્રેસ એન્ટ્રીના 3 મોટા પ્રોગ્રામ્સ બંધ કરવાની તૈયારી.