Vapi News/ વાપી મનપાને મળ્યા નવા મેયર, દક્ષા પટેલ સંભાળશે સુકાન

Vapi મહાનગરપાલિકામાં નવી ટીમ જાહેર. દક્ષા પટેલ બન્યા મેયર, મિતેશ દેસાઈ ડેપ્યુટી મેયર અને સતિશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા.

Top Stories Gujarat Others
Vapi Mayor News

Vapi Mayor News: વાપી મહાનગરપાલિકામાં નવી સત્તાવાર ટીમની જાહેરાત કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે દક્ષા પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

Vapiને મળ્યા નવા મેયર

નવી ટીમની જાહેરાત બાદ શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. વાપી મહાનગરપાલિકાની નવી ટીમ હવે શહેરના વિકાસકાર્યો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વધુ ગતિ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સતિશ પટેલને મોટી જવાબદારી

ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિશ પટેલ પણ હવે મનપાની વિવિધ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે.

નવી ટીમના આગમન સાથે વાપી શહેરમાં વિકાસના નવા પ્રોજેક્ટ્સ અને નાગરિક સુવિધાઓમાં સુધારાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: સુરેન્દ્રનગર મનપાના નવા મેયર તરીકે રાકેશ રાઠોડની વરણી, સ્મિતા રાવલ બન્યા ડેપ્યુટી મેયર

આ પણ વાંચો:રાજકોટ મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની વરણી, ડેપ્યુટી મેયર બન્યા દક્ષા વસાણી

આ પણ વાંચો:આણંદ મનપાના નવા મેયર તરીકે દિપિકાબેન પટેલની વરણી, ડેપ્યુટી મેયર બન્યા કમલેશ ડાભી