મતગણતરી/ ભાજપના ગઢમાં બસપાએ પાડ્યું ગાબડું, ત્રણ ઉમેદવારોએ સીટ કબ્જે કરી

ભાજપના ગઢમાં બસપાએ પડ્યું ગાબડું, ત્રણ ઉમેદવારોએ સીટ કબ્જે કરી

Gujarat Others

ગુજરાત રાજ્યમાં 6 મહાનગર પાલિકા માટે  મત ગણતરી ચાલી રહી છે. ત્યારે ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં મોટો અપસેટ સર્જાયો છે. ભાજપના ગઢમાં માયાવતીની બસપા ગાબડું પાડવામાં સફળ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર વોર્ડ નંબર 6 માં બસપાના ત્રણ ઉમેદવારોએ સીટ કબ્જે કરી છે. વોર્ડ નંબર 6 ભાજપનો ગઢ હતો, બસપાના રાહુલ રાયધન, ફુરકાન શેખ, જયોતીબેન ભારવાડીયાનો વિજય, જયારે ચોથા ઉમેદવાર ભાજપ ના જયુબા ઝાલા વિજેતા બન્યા છે. ભાજપના રમાબેન ચાવડા, ભાયાભાઈ ડેર અને દીપકસિંહ ચૌહાણે હારનો સામનો કરવો પડ્યો છે.

વોર્ડ નંબર 6માં ભાજપે નવા માપદંડોના આધારે રમાબેન ચાવડા સિવાય ત્રણ નવા ચહેરાઓને ટિકિટ આપી હતી. ચાર ઉમેદવારમાંથી ફક્ત જયુબા ઝાલા જ જીત મેળવવામા સફળ રહ્યા છે.તો બીજી તરફ ભાજપે ટિકિટ ના આપતા નારાજ થઈ રાજીનામુ આપી બસપામાંથી ચૂંટણી લડનારા જ્યોતિબેન ભારવાડિયાની જીત થઈ છે.