ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના એથલિટ નિષાદ કુમારે દેશને હાઇ જમ્પમાં બીજો મેડલ અપાવ્યો છે. નિષાદે 2.06 મીટરનો હાઇ જમ્પ લગાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ અગાઉ સવારે ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે ભારતને પેરાલિમ્પિકમાં પ્રથમ મેડલ અપાવ્યો હતો.ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલા ટેબલ ટેનિસ સ્પર્ધાની વર્ગ 4 ની ફાઇનલમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.જ્યારે પુરુષોની ઉંચી કૂદની ઇવેન્ટમાં નિશાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો અને ભારતનો બીજો મેડલ અપાવ્યો હતો. અગાઉ તીરંદાજીમાં રાકેશ કુમાર અને જ્યોતિ બાલિયાની ભારતીય જોડીને મિશ્ર ટીમ કમ્પાઉન્ડ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
Nishad jumps to glory 🥈 !
Congratulations Champ @nishad_hj !
We’ve just won 🇮🇳 2nd medal
at #Tokyo2020 #Paralympics !• High Jump T47 Final
• 2.06m jump which equals Asian Record set by him in 2021#Praise4Para #Cheer4India pic.twitter.com/mkXvu3kFEg— Anurag Thakur (@ianuragthakur) August 29, 2021
નિષાદે મેડલ જીતવાની સાથે નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. નિષાદ કુમારે શાનદાર પ્રદર્શન કરતા ટોપ 3માં સ્થાન મેળવ્યું હતું. તેનો મુકાબલો અમેરિકાના બે એથલિટ સાથે હતો.નોંધનીય છે કે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર નિષાદ કુમાર હિમાચલ પ્રદેશના ઉનાનો રહેવાસી છે.
More joyful news comes from Tokyo! Absolutely delighted that Nishad Kumar wins the Silver medal in Men’s High Jump T47. He is a remarkable athlete with outstanding skills and tenacity. Congratulations to him. #Paralympics
— Narendra Modi (@narendramodi) August 29, 2021
તેમણે પેરાલિમ્પિક રમતોની શરૂઆત અગાઉ બેંગલુરુના કોચિંગ કેમ્પમાં મહિનાઓ સુધી મહેનત કરી હતી. નિષાદ કુમાર મેડલ જીતતાની સાથે તેના ગામમાં ખુશીનો માહોલ છે.
