Anand News : આણંદ જિલ્લાના સુણાવ ગામ ખાતે સુણાવ કેળવણી મંડળ દ્વારા આયોજિત નવનીતભાઈ ચુનીભાઈ પટેલ માર્ગનું લોકાર્પણ અને તેમની પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજરોજ ૧ ફેબ્રુઆરી 2025 ના કરવામાં આવેલ. સુણાવ ગામના વિકાસ માટે સુણાવ ગામના ધરતીપુત્ર સ્વ. શ્રી નવનીતભાઈ ચુનીભાઇ પટેલ, સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ મોતીભાઈ પટેલ (વરિષ્ઠ પત્રકાર અને રાજ્ય સભાના પૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ), જયંતી પટેલ, સોમાભાઈ પટેલ તથા ડોક્ટર વિક્રમભાઈ પટેલ ને તેમની ગામના વિકાસ અને સમાજ સેવાના શ્રેષ્ઠ પુરસ્કાર રૂપે સુણાવ રત્નના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રીના વરદ હસ્તે જલારામ સેવા ટ્રસ્ટ અને ઘરડા ઘરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સુણાવ ગામના 200 વર્ષના ઇતિહાસ ઉપર લખાયેલ પુસ્તકનું વિમોચન પણ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

વધુમાં માનનીય મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુણાવ કેળવણી મંડળ દ્વારા સુણાવ ગામની અંદાજિત ૧૦૦ વીઘા જેટલી જમીનની સાચવણી અને એ જમીનની ઉપર થતાં વિકાસના કાર્યો અને ગામની પ્રગતિ માટે થઈ રહેલા ડેવલપમેન્ટ ખૂબ જ પ્રશંસનીય બાબત હોવાનું જણાવ્યું. સુણાવ ગામના વિકાસ અને એકતાને જોઈ CM ભુપેન્દ્ર પટેલ ખુબજ પ્રભાવિત થયા હતા અને સુણાવ ગામને જોતા લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થતુ દેખાઈ રહ્યું છે અને તે બદલ મુખ્યમંત્રીએ ગામના તમામ લોકોને અને સુણાવ કેળવણી મંડળના સર્વે હોદ્દેદારોને ખૂબ અભિનંદન પાઠવ્યા.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને હાલ રાજ્યસભાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ નરહરિ અમીન, વિપુલ પટેલ (સોજીત્રાના ધારાસભ્ય), વિપુલ પટેલ (અમુલ ડેરીના ચેરમેન), તેજસ પટેલ (ખેડા ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના પ્રમુખ), હસમુખ પટેલ (આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ), રાજેશ પટેલ (ભાજપ આણંદ જિલ્લાના પ્રમુખ) તથા બીજા ઘણા મહાનુભવો સ્ટેજ પર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ઉપસ્થિત હતા. સુણાવ કેળવણી મંડળ દ્વારા આયોજિત આ સુંદર અને સફળ કાર્યક્રમના આયોજન બદલ સુણાવ કેળવણી મંડળના પ્રમુખ જયંતી પટેલ, ઉપ-પ્રમુખ ભાવિક પટેલ, ઋષભ પટેલ અને હિતેશ પટેલ (પોચી)ની કામગીરીને પણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરદાવી હતી.
આ પણ વાંચો: ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને પૂર્ણ કરતું બજેટ: CM ભુપેન્દ્ર પટેલ
આ પણ વાંચો: આણંદમાં જનસંવાદ કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલે તલાટીઓને કરી ટકોર
આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ પોરબંદરના કીર્તિ મંદિરે પુષ્પાંજલિ અર્પી
