Surat News/ સુરતની કાસા મરીના હોટલ ડ્રગ્સ કેસમાં ચુકાદો: મુખ્ય આરોપી સરફરાઝ પટેલને 7 વર્ષની સખત કેદ

Surat Casa Marina Drug Case: કાસા મરીના હોટલમાંથી MD ડ્રગ્સ અને ગાંજો ઝડપાવાના કેસમાં મુખ્ય આરોપી સરફરાઝ પટેલને 7 વર્ષની સખત કેદ અને રૂ. 1.30 લાખનો દંડ ફટકારાયો.

Surat Top Stories Breaking News
Surat Casa Marina Drug Case: સરફરાઝ પટેલને 7 વર્ષની કેદ, રૂ. 1.30 લાખનો દંડ

Surat News: સુરત કાસા મરીના ડ્રગ્સ કેસ (Surat Casa Marina Drug Case) માં સુરતના પાલ ગૌરવપથ પર આવેલી કાસા મરીના હોટલમાં ડ્રગ્સ ઝડપાવાના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કેસના મુખ્ય આરોપી સરફરાઝ પટેલને 7 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટે આરોપીને રૂ. 1.30 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

Surat Casa Marina Drug Case: હોટલના રૂમમાંથી MD ડ્રગ્સ અને ગાંજો ઝડપાયો હતો

પાલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ગત 24 સપ્ટેમ્બર 2024ના રોજ મોડી રાત્રે સુરત DCB (ક્રાઇમ બ્રાન્ચ) એ ચોક્કસ બાતમીના આધારે પાલ ગૌરવપથ રોડ પર આવેલા સેવીયોન શોપિંગ પેરેડાઇઝના ચોથા માળે ‘કાસા મરીના હોટેલ’ના રૂમ નં. 404માં રેડ પાડી હતી. રેડ દરમિયાન રૂમમાંથી રાંદેર રોડના રામનગર સ્થિત કૃતિકા એપાર્ટમેન્ટમાં રહેતો સરફરાઝ ઉર્ફે સલમાન ઉર્ફે ઘડિયાળી યાકુબ પટેલ (મૂળ રહે. કાવી, જંબુસર, ભરૂચ) કાપોદ્રાની આશા નામની મહિલા સાથે મળી આવ્યો હતો. પોલીસે તેની અંગઝડતી લેતા પેન્ટના ખિસ્સામાંથી ₹2,87,900ની કિંમતનું એમડી ડ્રગ્સ અને ગાંજો મળી આવ્યો હતો.

સાક્ષી બનેલી યુવતી હોસ્ટાઇલ જાહેર

(Marina Drug Case) માં સાક્ષી બનેલી એક યુવતીએ કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાની અગાઉની વાતથી અલગ જુબાની આપી હતી. યુવતીની જુબાનીમાં ફેરફાર જોવા મળતા તેને કોર્ટ દ્વારા હોસ્ટાઇલ સાક્ષી જાહેર કરવામાં આવી હતી. કેસની કાર્યવાહી દરમિયાન સાક્ષીની અગાઉની વાત અને કોર્ટમાં આપવામાં આવેલી જુબાની વચ્ચે તફાવત સામે આવ્યો હતો.

આ  સુરત ડ્રગ્સ કેસ (Surat Drug Case) માં યુવતી દ્વારા ખોટી જુબાની આપવામાં આવી હોવાના મુદ્દાને પણ કોર્ટે ગંભીરતાથી લીધો છે. આ મામલે કોર્ટે યુવતીને કારણદર્શક નોટિસ ફટકારી છે અને ખોટી જુબાની આપવા અંગે તેની પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી છે. હવે યુવતીની રજૂઆત અને કોર્ટ સમક્ષના જવાબ બાદ આ મુદ્દે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

બે સહઆરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા

કેસમાં મુખ્ય આરોપી સરફરાઝ પટેલને સજા ફટકારવામાં આવી છે, જ્યારે અન્ય બે સહઆરોપીઓને પૂરતા પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

આ રીતે કાસા મરીના હોટલ ડ્રગ્સ કેસમાં કોર્ટે મુખ્ય આરોપીને 7 વર્ષની સખત કેદ અને રૂ. 1.30 લાખના દંડની સજા ફટકારી છે. સાથે જ પુરાવાના અભાવે બે સહઆરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો : સુરતમાં ડ્રગ્સ સામે મેગા ડ્રાઈવ: 24 કલાકમાં 17 કેસ, 22 આરોપીઝડપાયા; 72 કિલો ગાંજો અને MD ડ્રગ્સ જપ્ત

આ પણ વાંચો : ડ્રગ્સના નેટવર્ક પર સુરત પોલીસનો સપાટો! એક જ દિવસમાં 17 કેસ, 22 આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો : નાસ્તાની લારીની આડમાં કથિત ડ્રગ્સનો વેપાર? સુરતમાં MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો