Latest Surat News/ સુરતમાં રૂ. 2000 કરોડના જમીન કૌભાંડમાં ગુનો દાખલ કરવાની કોંગ્રેસની માંગ

સુરતમાં રૂ.2000 કરોડના સરકારી પડતર જમીન કૌભાંડના કેસમાં કોંગ્રેસે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી ગુનો દાખલ કરવાની માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે આ અંગે લાંચરૂશ્વત વિરોધી શાખાના નિયામકને ફરિયાદ કરી તપાસની માંગ કરી છે.

Gujarat Surat Breaking News

Surat News:  સુરતમાં રૂ.2000 કરોડના સરકારી પડતર જમીન કૌભાંડના કેસમાં કોંગ્રેસે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી ગુનો દાખલ કરવાની માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે આ અંગે લાંચરૂશ્વત વિરોધી શાખાના નિયામકને ફરિયાદ કરી તપાસની માંગ કરી છે.

દર્શન નાયકની ફરિયાદમાં જણાવાયું છે કે, ડુમસમાં આવેલી અંદાજિત રૂ. બે હજાર કરોડની 2,17,216 ચોરસ મીટર સરકારી પડતર જમીન સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓકે સરકારી જમીનમાં ગણોતિયાના નામો દાખલ કરવા માટે તેમની સત્તાનો દૂરપયોગ કર્યો છે. કરોડો રૂપિયાની લાંચ મેળવી છે એવું અમારું સ્પષ્ટ માનવું છે. સરકારે કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા છે. લાંચ રૂશ્વત અધિનિયમની કલમ-૭ મુજબ સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓક સંપૂર્ણપણે જવાબદાર છે. અને તેમની સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવી આવશ્યક છે.

ઉલ્લેખનીય છે કે ડુમસની સરકારી પડતરની જમીનમાં સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓક દ્વારા ગણોતિયાના નામો દાખલ કરવા માટે ખોટી રીતે હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમ તેમની બદલીના બે દિવસ અગાઉ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમારા તરફથી કરવામાં આવેલી ફરિયાદને આધારે કલેકટર આયુષ ઓકને ગુજરાત સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ કેસની તમામ હકીકતો ઉપરથી સાબિત થાય છે કે સસ્પેન્ડેડ કલેકટર આ બાબતે સંપૂર્ણપણે જવાબદાર છે. તેમની બદલીના ૨ દિવસ અગાઉ જ હુકમ કરવામાં આવ્યો હતો, તેમના હુકમ ઉપરથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે કે ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા હુકમ કરવા બાબતે તેમના દ્વારા કરોડો રૂપિયાની લાંચ ગણોતિયાઓ પાસેથી લેવામાં આવી છે. જેની તપાસ કરાવવામાં આવે.

સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓકની આવક અને તેમની મિલકત અંગેની પણ તુલનાત્મક તપાસ હાથ ધરવામાં આવે, જેથી તેમની આવક અને તેમની મિલકતો વચ્ચેનું અંતર જાણી શકાય. જો આવક કરતાં મિલકત વધુ હોય તો પણ તેમની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો પણ દાખલ કરવામાં આવે એવી મારી માંગણી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી