Ahmedabad News : બોગસ માર્કશીટને આધારે અમદાવાદ મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં AGM તરીકે નોકરી મેળવનારા મુળ ઉત્તરપ્રદેશના અને અમદાવાદના બોપલમાં રહેતા કપિલકુમાર મોમરાજ શર્મા(44)ની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ અંગે ગાંધીનગરમાં રહેતા પંકજપ્રસુન દિનેશચંદ્ર સિંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી કપિલકુમારે પંકજપ્રસુનને વિશ્વાસમાં લઈને ભાગીદારી કંપની ખોલીને કન્સ્ટ્રક્શનનો ધંધો શરૂ કરવા માટે અને કંપનીમાં ડાયરેક્ટર તરીકે નામ એડ કરવા માટે પંકજપ્રસુનના આઈડી પ્રુફ તથા BE સિવિલ એન્જિનીયરીંગ સર્ટિફિકેટ તથા માર્કશીટ તથા અન્ય જરૂરી ઝેરોક્ષ મેળવી લીધી હતી.
બાદમાં ડિગ્રી સર્ટિફિકેટ બનાવી અલગ અલગ કંપનીના લેટરપેડ પર એક્સપિરીયન્સ પ્રમાણપત્રના ખોટા સટ્રિફિકેટ બનાવ્યા હતા. તેના આધારે અમદાવાદ મેટ્રોમાં અજીએમ તરીકે નોકરી મેળવી હતી.આ અંગે ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચે ગણતરીના સમયમાં આરોપી કપિલકુમાર શર્માને ઝડપી લીધો હતો. તપાસમાં આરોપી વિરૂધ્ધ મધ્યપ્રદેશના પલાસીયા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો:પહેલા પતિથી અલગ થયેલી મહિલા બીજા પતિ પાસેથી માંગી શકે છે ભરણપોષણ, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
આ પણ વાંચો:કોર્ટે પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો, તો વ્યક્તિ બેગમાં 2 અને 1 રૂપિયાના સિક્કા લઈને પહોંચ્યો

