Tamil Nadu : ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિ કાર ખરીદવા અથવા આઈફોન ખરીદવા માટે સિક્કાના ઢગલા લઈને શોરૂમમાં જાય છે, પરંતુ કોઈમ્બતુર(Coimbatore)થી એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. ગયા બુધવારે, કોઈમ્બતુર(Coimbatore)નો એક વ્યક્તિ તેની પત્નીને ભરણપોષણ આપવા માટે બેગમાં 80,000 રૂપિયા અને 1 રૂપિયાના સિક્કા લઈને ફેમિલી કોર્ટમાં પહોંચ્યો હતો.
કોઈમ્બતુર(Coimbatore)ની અદાલતે આ 37 વર્ષના પુરુષને તેની પત્નીને તેના ભરણપોષણ માટે 2 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. જે બાદ તે સિક્કાઓની અનેક થેલીઓ લઈને કોર્ટ પહોંચે છે. જો કે આ વ્યક્તિનું નામ અને વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ IANSએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર કોર્ટમાંથી બહાર જતી વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે. આ વ્યક્તિ વડાવલ્લીનો રહેવાસી છે અને કોલ ટેક્સી માલિક કમ ડ્રાઈવર છે. તેની પત્નીએ ગયા વર્ષે છૂટાછેડાની અરજી કરી હતી.
બુધવારે તે પોતાની કારમાં આવ્યો અને એડિશનલ ફેમિલી કોર્ટમાં ગયો અને ત્યાં રૂપિયા 2 અને 1 રૂપિયાના સિક્કાના 20 બંડલ રાખ્યા. જ્યારે તેણે આ રકમ કોર્ટમાં જમા કરાવી ત્યારે જજે તેને નોટોમાં આપવાનું કહ્યું. બેગ સાથે કોર્ટમાંથી બહાર નીકળતા વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે ગુરુવારે તેણે નોટોમાં આ રકમ કોર્ટને આપી હતી, ત્યારબાદ તેને બાકીના 1.2 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પત્નીને રૂ. 2 લાખનું વચગાળાનું ભરણપોષણ ભથ્થું આપવાનો આદેશ : પતિ રૂ. 80 હજારના સિક્કા લઈને પહોંચ્યો
આ પણ વાંચો: અતુલ સુભાષ કેસની વચ્ચે, જાણો છૂટાછેડાના કેસમાં ભરણપોષણનો કાયદો શું છે
આ પણ વાંચો: લગ્ન કર્યા વગર મહિલાનો ભરણપોષણનો દાવો, બોમ્બે હાઈકોર્ટે ઠગ મહિલાને લગાવી ફટકાર
