Surat News: સુરત શહેર ક્રાઇમ કેપિટલ (Crime Capital) બની ગયું લાગે છે, પોલીસ એક ગુનો ઉકેલે ત્યાં તો બીજા ત્રણ ગુના થઈ ગયા હોય છે. સુરતના લસકાણા (Laskana) વિસ્તારમાં થોડા દિવસ પહેલાં એક શ્રમિકની હત્યા થઈ હતી. પોલીસે ગણતરીના દિવસોમાં આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. આરોપી બીજું કોઈ નહીં પણ મૃતકનો મિત્ર હતો અને તેણે ગુસ્સામાં જ તેના મિત્રની હત્યા કરી હતી. તેના મિત્રએ તેને માબહેનની ગાળો આપતા તે ઉશ્કેરાયો હતો. તેના પછી તેણે ચાકુના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી અને તેના મૃતદેહની ઓળખ ન થાય એટલે તે તેણે તેનું માથુ કાપી નાખીને ફેંક્યુ હતુ.

આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે મૃતક અને હું બંને બિહાર (Bihar)ના ગોપાલગંજના (Gopalganj)રહેવાસી છીએ. બંને સુરતમાં એક જ વિભાગમાં કામ કરતા હતા અને સાથે રહેતા હતા. હત્યા કર્યા પછી, આરોપી સુરતમાં જ રહ્યો હતો અને એક દિવસ પહેલા બીજા વિભાગમાં પણ કામ કરવાનું શરૂ કર્યું હતું. આરોપી પકડાયા બાદ, તેના કેટલાક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં તે બેગ લઈને જતો જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે સુરત પોલીસને 11 સપ્ટેમ્બરના રોજ સુરતના લસકાણા વિસ્તારમાં વિજયનગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી એક વ્યક્તિનું માથું મળી આવતા ચકચાર મચી ગઈ હતી. તપાસ દરમિયાન પોલીસને 500 મીટર દૂર એક ઘરમાંથી ધડ પણ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે માથું અને ધડ દિનેશ મહંતોનું છે. દિનેશના ત્રણ બાળકો અને પત્ની બિહારમાં રહે છે. મૃતકના ભાઈ, જે પીપોદરામાં રહે છે.

મૃતક દિનેશના ભાઈએ લસકાણા પોલીસને જણાવ્યું કે દિનેશ ચાર મહિનાથી લસકાણામાં રહેતો હતો. કપાયેલું માથું કચરામાં ફેંકનાર વ્યક્તિની ઓળખ મુન્ના બિહારી તરીકે થઈ છે. મૃતકનો મિત્ર મુન્નો પણ એ જ ફેક્ટરીમાં કામ કરતો હતો જ્યાં મૃતક દિનેશ મહંતો કામ કરતો હતો.
હત્યારો મુન્ના મન્સૂરી હત્યાના દિવસે આઠ હજાર રૂપિયાના પગાર સાથે નોકરી છોડીને ગયો હતો અને તે બંને તે જ દિવસે સાથે જોવા મળ્યા હતા. તેથી, પોલીસે મુન્નાની તપાસ કરી. બીજી તરફ, જે રૂમમાં હત્યા થઈ હતી તે રૂમ કોઈને ભાડે આપવામાં આવ્યો ન હતો. તેનો ઉપયોગ ફક્ત હત્યા માટે જ કરવામાં આવ્યો હતો. રૂમમાંથી એક સળિયો પણ મળી આવ્યો હતો, જેનાથી મૃતકના માથા પર મારવામાં આવ્યો હતો અને પછી તેનું માથું શરીરથી અલગ કરી દેવામાં આવ્યું હતું.
ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે એક અઠવાડિયા પહેલા વિપુલ નગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી એક વ્યક્તિનું માથું મળી આવ્યું હતું. લગભગ 500 મીટર દૂર વાડીનાથ નગરમાં એક ઘરમાંથી ધડ મળી આવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. મૃતકની ઓળખ ન થવાને કારણે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ વિસ્તારના તમામ કારખાનાઓમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ દિનેશ મહંતો તરીકે થઈ હતી.
આ પણ વાંચો: Latest Surat News/સુરતની યુફોરિયા હોટેલમાં, દોઢ વર્ષનો બાળક 15 મિનિટ સુધી પીડાથી કણસતો રહ્યો!
આ પણ વાંચો: Surat News/સુરતમાં મોપેડ સ્લીપ થતાં સગીરાએ જીવ ગુમાવ્યો
આ પણ વાંચો: Surat News/સુરતમાં શિક્ષણનો ગોરખ ધંધો, આકાશ ક્લાસીસ કૌભાંડનો પર્દાફાશ, તંત્રની તપાસ પર સવાલ
