Gandhinagar News: ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પરિસરમાં ઓડિટોરિયમ પાસે ડીજે પાર્ટીનો કાર્યક્રમ યોજાયો હતો. સિવિલ હોસ્પિટલના પટાંગણમાં ડીજે પાર્ટીના આયોજનની મંજુરી કોણે આપી તે પ્રશ્ને ચર્ચાઈ રહ્યું છે.
સિવિલ હોસ્પિટલ કેમ્પસ શાંત વિસ્તાર હોવા છતાં ભાવિક તબીબો ડીજેના તાલે નાચવા લાગ્યા હોવાનું પણ સામે આવ્યું છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ગત રાત્રે સિવિલ કેમ્પસમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધી વિદ્યાર્થીઓની ડીજે પાર્ટીના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સિવિલ હોસ્પિટલ સાયલન્ટ ઝોન ગણાય છે. આવી જગ્યાએ હોર્ન વગાડવાની પણ મનાઈ છે. ત્યાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગર મેડિકલ કોલેજ કેમ્પસમાં આવેલી છે. કેમ્પસમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સિવિલ હોસ્પિટલમાં સ્પીકર વગાડવા પર પ્રતિબંધ હતો. સિવિલ હોસ્પિટલ પરિસરમાં લાઉડ સ્પીકરને મંજૂરી નથી. જોકે, મેડિકલ કોલેજમાં સાંસ્કૃતિક મહોત્સવમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવતા સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં નિયમો તોડવા બાબતે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના સ્ટાફ વચ્ચે ચર્ચા જોવા મળી હતી.
સિવિલ હોસ્પિટલની નજીક લાઉડ સ્પીકરને મંજૂરી નથી. સિવિલ પરિસરમાં રાત્રે ડીજે વગાડવાની મંજૂરી નથી. ત્યારે સિવિલ હોસ્પિટલમાં રાત્રે ડીજેના તાલે સાંસ્કૃતિક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે મોટા અવાજે ડીજે વગાડવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો:સિવિલ હોસ્પિટલમાં 160મું અંગદાન
આ પણ વાંચો:ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બે નર્સો ACBના સકંજામાં, 4 લાખ લાંચ મામલે ગુનો દાખલ
આ પણ વાંચો:ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાગી આગ,ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે
