Latest Surat News/ સુરતની યુફોરિયા હોટેલમાં, દોઢ વર્ષનો બાળક 15 મિનિટ સુધી પીડાથી કણસતો રહ્યો!

દોઢ વર્ષના નાના બાળક ક્રિસીવનું મોત નિપજ્યું છે. રમતા-રમતા પાણીમાં પડી જવાને કારણે આ માસૂમ

Gujarat Top Stories Surat Breaking News

Surat News: સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટેલમાં એક દુઃખદ અકસ્માતમાં દોઢ વર્ષના નાના બાળક ક્રિસીવનું મોત નિપજ્યું છે. રમતા-રમતા પાણીમાં પડી જવાને કારણે આ માસૂમ બાળક 15 મિનિટ સુધી પીડાથી કણસતો રહ્યો અને અંતે તેના જીવનને ગુમાવ્યું. આ ઘટના ત્યારે બની જ્યારે પરિવાર હોટેલમાં જમવા માટે ગયો હતો, જે વાલીઓ માટે એક ચેતવણીરૂપ સાબિત થઈ છે.

સૂત્રો અનુસાર, પિતા વિજયભાઈ પટેલ, તેની પત્ની અને દોઢ વર્ષના પુત્ર ક્રિસીવ સાથે સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટેલમાં જમવા માટે પહોંચ્યા હતા. હોટેલના પ્રીમિયમ વાતાવરણ અને પારિવારિક મનોરંજનની સુવિધાઓને કારણે આ પરિવાર અહીં આવ્યો હતો.

સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટેલમાં રમતી વખતે દોઢ વર્ષનો બાળક પાણીમાં પડી ગયો. 15 મિનિટ પાણીમાં રહ્યા બાદ બાળકનું મોત નીપજ્યું. આ દુ:ખદ ઘટના ત્યારે બની જ્યારે પિતા વિજયભાઈ તેની પત્ની અને બાળક ક્રિષિવ સાથે હોટલમાં જમવા ગયા હતા. નોંધનીય છે કે આ હોટેલ પાણીમાં આવેલી છે.

તેઓએ તાત્કાલિક લોકોને જાણ કરી

હોટેલ મેનેજમેન્ટ બાળકને બહાર કાઢવા દોડી ગયું. બાળકને બહાર કાઢવામાં આવ્યું, પરંતુ તે બેભાન હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો.

હોટેલ મેનેજર હસનભાઈ રાબડીએ સમગ્ર ઘટના વિશે જણાવ્યું કે બાળક પાણીના તળાવમાં પડી ગયું હતું. બહાર બેઠેલા એક ગ્રાહક દ્વારા અમને આ વાતની જાણ કરવામાં આવી. મેં તાત્કાલિક બાળકને બહાર કાઢ્યું અને તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ

આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત

આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત