Not Set/ હવે સુરતમાં ઠગાઈ …. 50 લોકો સાથે 15 લાખની છેતરપિંડી

સુરતમાં લોભામણી જાહેરાત આપીને લોકોના પૈસા લઈ કે પટેલ માઈક્રોફાઈનાન્સ કંપનીના આયોજક ગાયબ થતાં લોકોના રૂપિયા ડુબી ગયાં છે. આવી યોજનામાં 2000 જેટલા સભ્યોના પૈસા સલવાયા છે પરંતુ હાલમાં યોજનામાં એજન્ટ તરીકે કામ કરતાં એક વ્યક્તિએ 50 સભ્યોના 14.49 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. આ કંપની દ્વારા પણ 40 મહિના સુધી 500 રૂપિયા ભરીને ત્યાર બાદ […]

Top Stories Gujarat Surat

સુરતમાં લોભામણી જાહેરાત આપીને લોકોના પૈસા લઈ કે પટેલ માઈક્રોફાઈનાન્સ કંપનીના આયોજક ગાયબ થતાં લોકોના રૂપિયા ડુબી ગયાં છે. આવી યોજનામાં 2000 જેટલા સભ્યોના પૈસા સલવાયા છે પરંતુ હાલમાં યોજનામાં એજન્ટ તરીકે કામ કરતાં એક વ્યક્તિએ 50 સભ્યોના 14.49 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

આ કંપની દ્વારા પણ 40 મહિના સુધી 500 રૂપિયા ભરીને ત્યાર બાદ છેલ્લા મહિને 54 હજાર મેળવવાની લોભામણી યોજનામાં અનેક લોકોના પૈસા ડુબી ગયાં છે. આ યોજના માત્ર સુરતમાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ગામો સાથે મુંબઈમાં પણ શરૂ થઈ હતી. યોજનાનો સમય પુરો થતાં ભાડુતી ઓફિસમાં તાળા મારી માલિક ફરાર થતાં એજન્ટ તરીકે કામ કરતાં લોકો ભેરવાઈ ગયાં છે. આ કંપનીની વાત કરવામાં આવે તો અંદાજીત 1400 લોકોના રૂ. 2.80 કરોડ ફસાયા છે અન્ય એજન્ટો બહાર આવે તો ઠગાઇનો સત્તાવાર આંકડો વધી શકે તેમ છે.

આ અંગે નિલેશ શેઠે જણાવ્યું કે, કાંતિ રણછોડ તાડા એ પટેલ એસોસીએટ્સ તથા કે પટેલ માઈક્રોફાઈનાન્સ નામની કંપની ખોલી હતી. આ કંપનીએ અમને ફીક્સ ડિપોઝીટના સર્ટીફીકેટ પણ બતાવ્યા હતા.સુરતમાં કતારગામ, અમરોલી, ઉધના અને વરાછા વિસ્તારમાં આ પ્રકારની યોજનાની ઓફિસ ખુલી હતી. જેમાં હું એજન્ટ તરીકે કામ કરતો હતો મેં 50 સભ્ય બનાવ્યા તેના દર મહિને 500 રૂપિયા લેખે કંપનીમાં 14.49 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.

કંપનીમાં 40 મહિના સુધી દર મહિને 500 રૂપિયા ભરવામા આવતા હતા. અને ડ્રો થાય તેમ પૈસા ન ભરવાના અને તેમને 54 હજાર રૂપિયા આપી દેવામાં આવતા હતા. 40 મહિના સુધી 40 લોકોને 54 હજાર મળી ગયાં હતા. પરંતુ ત્યાર બાદ બાકીના સભ્યો બચે તેને 40 માસ બાદ 54 હજાર આપવાના બદલે ભાડુતી ઓફિસ બંધ કરીને કંપનીના માલિક અને મેનેજર ફરાર થઈ ગયાં હતા.

પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કરાતા કંપનીની ઓફિસને તાળા મારી માલિક ફરાર થઇ ગયા હતા. પોલીસે તુરંત કાર્યવાહી કરી હોત તો ઠગાઇ કરનારા પકડાઇ ગયા હોત અને લોકોના પૈસા પણ રીકવર કરી શકાયા હોત. કેસમાં પોલીસની ભૂમિકા સામે પણ શંકાની સોય તકાઇ રહી છે.