અમદાવાદ,
એક કા ડબલની સ્કીમ મૂકીને અનેક લોકોને છેતરીને 260 કરોડથી વધુ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર વિનય શાહ સામેની તપાસ સીઆઇડી ક્રાઇમના રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જ્યારે વિનય શાહ દ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠીમાં જે પોલીસ અધિકારીઓના નામ છે તે ઉપર પણ તપાસ કરવામાં આવશે, તેવું રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે તેમાં રાજ્ય સરકાર હવે આ સંપૂર્ણ તપાસ સીઆઇડી ક્રાઇમને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ હાથ ધરવામાં આવશે દ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠીમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના જેસીપી જે.કે. ભટ્ટનું પણ નામ લખવામાં આવ્યું છે તે બાબતે પણ તમામ પાસા ઉપર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરશે સાથે જ એક સ્પેશ્યલ કોર્ટમાં પણ આ કેસ ચલાવવામાં આવશે..
