Ghandhinagar News/ નકલી દવાઓ અને ભેળસેળ સામે ગુજરાતમાં ઝીરો ટોલરન્સ, FDCAની મોટી કાર્યવાહી

ગુજરાતમાં નકલી દવાઓ, કોસ્મેટિક્સ અને ખાદ્ય ચીજોમાં ભેળસેળ સામે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. આરોગ્ય મંત્રી Prafull Pansheriyaની અધ્યક્ષતામાં FDCA ની બેઠક યોજાઈ.

Gujrat Gandhinagar Top Stories Gujarat
Prafull Pansheriya

Gujarat FDCA Action: ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની(Prafull Pansheriya) અધ્યક્ષતામાં FDCAની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં નકલી, બનાવટી અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે ચાલી રહેલી કાર્યવાહી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે. FDCA દ્વારા નશાકારક દવાઓ તેમજ બનાવટી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે વેચાતી દવાઓ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરતા કોસ્મેટિક્સ અને અન્ય આરોગ્ય સંબંધિત ઉત્પાદનો સામે પણ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ખાદ્ય ચીજોમાં ભેળસેળ સામે પણ કડક વોચ

બેઠક દરમિયાન માત્ર દવાઓ જ નહીં, પરંતુ ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળ સામે પણ કડક કાર્યવાહી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી હતી. રેસ્ટોરન્ટ અને ઢાબામાં મળતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. શ્રાવણ માસ દરમિયાન દૂધ, ઘી, તેલ અને મસાલા સહિતની રોજિંદા ઉપયોગની ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ ન થાય તે માટે સતત વોચ રાખવા આરોગ્ય મંત્રીએ(Prafull Pansheriya) સૂચના આપી છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.

Prafull Pansheriya

ડેરી એનાલોગ સામે પણ કાર્યવાહી

રાજ્યમાં ડેરી એનાલોગ સહિતના ઉત્પાદનો અંગે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડી શકે તેવા ઉત્પાદનો સામે તપાસ કરીને નિયમ મુજબ કડક પગલાં લેવાની સરકારની નીતિ સ્પષ્ટ કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નકલી દવા, ગેરકાયદેસર દવાઓ, ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો અથવા આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કાર્યવાહી અટકશે નહીં. નાગરિકોના આરોગ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ગુજરાતમાં ‘ઝીરો ટોલરન્સ’ની(Prafull Pansheriya) નીતિ હેઠળ કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.


આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

આ પણ વાંચો: ઊંઝા-ઉનાવામાં 26 ટન ભેળસેળયુક્ત વરિયાળી જપ્ત, પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

આ પણ વાંચો: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા જેલ ભેગા થશે”, પ્રફુલ પાનશેરીયા લાલઘુમ