Not Set/ કાશ્મીર : ઇદની “ઇદી”માં આતંકી સમર્થકોએ સેનાને આપી પથ્થર મારાની ભેંટ

ઇદને દિવસે ઇદની નામઝ આદા કરી તમામ લોકો એક બીજાનાં ગળે મળી ઇદની મુબારકબાદ આપે છે અને સાથે સાથે “ઇદી” એટલે કે ભેંટ પણ આપવાનો રિવાજ છે. જમ્મુ-કાશ્મીરમાં આજે ઇદની નમાઝ અદા કર્યા બાદ આતંકીઓનાં સમર્થકો દ્રારા સેનાને પણ ઇદી આપવામાં આવી હતી. આતંકી સમર્થકોએ સેનાને ઇદીમાં પથ્થર મારાની ભેંટ આપી છે. શ્રીનગરની જામિયા મસ્જિદમાં […]

Top Stories India
ઇદને દિવસે ઇદની નામઝ આદા કરી તમામ લોકો એક બીજાનાં ગળે મળી ઇદની મુબારકબાદ આપે છે અને સાથે સાથે “ઇદી” એટલે કે ભેંટ પણ આપવાનો રિવાજ છે. જમ્મુ-કાશ્મીરમાં આજે ઇદની નમાઝ અદા કર્યા બાદ આતંકીઓનાં સમર્થકો દ્રારા સેનાને પણ ઇદી આપવામાં આવી હતી. આતંકી સમર્થકોએ સેનાને ઇદીમાં પથ્થર મારાની ભેંટ આપી છે.
શ્રીનગરની જામિયા મસ્જિદમાં ઇદની નમાઝ આદા કરી બહાર આવેલા આતંકીઓનાં સમર્થકો એવા સ્થાનિક લોકો દ્રારા હાથ આતંકનાં આકા માસૂદ અઝહર અને કુખયાત આતંકી મૂસા, તેમજ ISનાં પોસ્ટર અને બૅનર સાથે સેના સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ઘણા લોકોએ તો તેમનાં હાથમાં રહેલા બેનરોમાં ‘કાશ્મીર બનશે પાકિસ્તાન’ જેવા સૂત્રો સાથે દેખાવો કર્યા હતા. વિરોધ સ્થળે પર વિરોધીને અંંકુશમાં લેવા પહોંચેલા સુરક્ષા દળ પર આતંકી સમર્થક ટોળા દ્રારા ખૂબ જ તીવ્રરીતે પથ્થર મારો કરવામા આવ્યો હતો. પથામારામાં સુરક્ષા દળોના અનેક જવાનો ઇજાગ્રસ્ત થયા છે.
આતંકીઓનાં સર્મથનમાં અમુક લોકો મસ્જીદમાંથી  મોઠા પર નકાબ બાંધીને બહાર આવવાની સાથે પાકિસ્તાન જીન્દાબાદ અને આતંકી મસૂદ અને મૂસા જીન્દાબાદ તેમજ IS જમ્મુ-કાશ્મીર જીન્દાબાદ સાથે કાશ્મીરમાં “AL-HIND ISIS IS READY” જેવા સૂત્રો પણ પોકાર્યા હતા.તો સાથે સાથ આતંકી સમર્થકો દ્રારા મૂસા આર્મી જેવા બેનરો સાથે વિરાધ પ્રદર્શન કરવામા આવી પથ્થર મારો પણ કરવામાં આવ્યા હતો.
ઇદની ઉજ્વણીનાં પવિત્ર દિવસે આતંકીઓનાં સમર્થકો દ્રારા કરવામા આવેલા હિંસક દેખાવો અને  પથ્થરમારાનાં કારણે શ્રીનગરમાં ભારેલ આગ્ની જેવી સ્થિતિ પેદા થઇ છે. અને  લોકોને ફરજીયાત પણે ઈદની ઉજવણી છોડી ઘરોમાં પુરાય જવાની ફરજ પડી છે. આતંકી સમર્થકોને અંકુશમાં લેવા માટે ત્યા આવેલા સુરક્ષાદળો પર ભરે પથ્થર મારો કરવામા આવ્યો હતો અને સુરક્ષાદળો દ્રારા દેખાવ કરોને અંકુશમાં લેવા માટે અશ્રૃ ગેસનાં સેલ છોડવામાં આવ્યો હતા.


આપને જણાવી દઇએ કે આજે સાવારે જ આતંકી દ્રારા પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં એક મહિલાને તેના ઘરમાં ઘૂસી ગોળી મારીને મારી નાખવામાં આવી છે. પોલીસનાં જણાવ્યા મુૂજબ આતંકીઓનાં ફાયરીંગમાં એક બાળક પણ ઇજાગ્રસ્ત થયો હતો. આતંકીઓનાં આ કૃત્યથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.