National News/ પેટ્રોલને લઈને વિવાદ વચ્ચે ગોવા સરકારનું મોટું નિવેદન, માઈલેજ ઘટવા અંગે સત્તાવાર ફરિયાદ નહીં

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે વિધાનસભામાં જણાવ્યું છે કે E20 Petrol થી માઇલેજ ઘટવા કે વાહન બગડવાની હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
E20 Petrol

E20 Petrol Row: દેશમાં E20 પેટ્રોલને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે ગોવા વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે, રાજ્યમાં E20 પેટ્રોલ શરૂ થયા બાદ અત્યાર સુધી વાહન માલિકો, ગ્રાહકો, ઓટોમોબાઈલ સંગઠનો કે ગેરેજ તરફથી માઈલેજ ઘટવા અથવા વાહનને નુકસાન થવા અંગે કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, જો કોઈ વાહનચાલકને E20 પેટ્રોલના ઉપયોગ બાદ માઈલેજ, પરફોર્મન્સ અથવા વાહનને લગતી કોઈ સમસ્યા જણાય તો તે સિવિલ સપ્લાય વિભાગમાં ફરિયાદ કરી શકે છે. ફરિયાદ મળ્યા બાદ સરકાર દ્વારા તપાસ કરવામાં આવશે અને જરૂર પડે તો પેટ્રોલની ગુણવત્તાનું ટેસ્ટિંગ પણ કરાશે.

2023 પહેલાંના વાહનોને લઈને ચિંતા

વિધાનસભામાં ધારાસભ્યોએ ખાસ કરીને 2023 પહેલાં બનેલા વાહનોમાં E20 પેટ્રોલના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમના મુજબ આવા વાહનોમાં માઈલેજ ઘટવા, પરફોર્મન્સ પર અસર પડવા અને મેન્ટેનન્સ ખર્ચ વધવાની શક્યતા છે. ટેક્સી ચાલકો અને બાઈકચાલકો પર તેની અસર વધુ થવાની દલીલ સાથે અનબ્લેન્ડેડ પેટ્રોલનો વિકલ્પ આપવાની માંગ પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સાવંતે સ્પષ્ટ કર્યું કે E20 પેટ્રોલ કેન્દ્ર સરકારની નીતિ હેઠળ લાગુ કરવામાં આવ્યું છે. ગોવામાં વર્ષ 2023થી તેનો અમલ શરૂ થયો હતો. વર્ષ 2025થી રાજ્યના 157 રિટેલ આઉટલેટ્સ પર E20 પેટ્રોલ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

E20 Petrolથી માઈલેજમાં 3થી 5 ટકા ઘટાડો શક્ય

સરકારે સ્વીકાર્યું છે કે E10 માટે ડિઝાઇન કરાયેલા વાહનોમાં E20 Petrolના ઉપયોગથી માઈલેજમાં આશરે 3થી 5 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. જોકે, E20(E20 Petrol) વાહનોની કંપની વોરંટી પર અસર નહીં થાય તેમ જણાવાયું છે. હાલ સરકારનું કહેવું છે કે E20ને લઈને કોઈ સત્તાવાર ફરિયાદ નથી. તેમ છતાં પેટ્રોલની ગુણવત્તા અને વાહનો પર તેની અસર અંગે મોનિટરિંગ અને ટેસ્ટિંગ ચાલુ રાખવામાં આવશે.


આ પણ વાંચો: E20 Petrol: શું સરકાર લાવશે ફરી E10? BPCLએ સ્પષ્ટ કરી સ્થિતિ

આ પણ વાંચો:E20 પેટ્રોલ વચ્ચે E10ની ફરી ચર્ચા, જૂના વાહનો માટે મળી શકે અલગ વિકલ્પ

આ પણ વાંચો: E20 પેટ્રોલથી ગાડી ખરાબ થાય તો કંપની બદલશે પાર્ટ્સ, ગડકરીનો દાવો