new dilhi/ E20 પેટ્રોલથી ગાડી ખરાબ થાય તો કંપની બદલશે પાર્ટ્સ, ગડકરીનો દાવો

E20 પેટ્રોલ અંગે નિવેદન આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે E20 પેટ્રોલથી 2023 પહેલાંની ગાડીઓના પાર્ટ્સને અસર થાય તો કંપનીઓ તેને મફતમાં બદલશે.

India Breaking News
E20 petrol

New Dilhi: E20 પેટ્રોલને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો E20 પેટ્રોલના કારણે 2023 પહેલાંની ગાડીઓના કેટલાક પાર્ટ્સને અસર થાય તો વાહન ઉત્પાદક કંપનીઓએ તે મફતમાં બદલવા પડશે. સરકારે આ અંગે કંપનીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.

E20 Petrol થી ગાડી ખરાબ થાય તો પાર્ટ્સ મફત બદલાશે, ગડકરીનો દાવો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે E20 (20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલ)ના ઉપયોગથી જૂની ગાડીઓના કેટલાક રબર આધારિત પાર્ટ્સ પર અસર થઈ શકે છે. આથી સરકારે તમામ વાહન ઉત્પાદક કંપનીઓને સૂચના આપી છે કે 2023 પહેલાં બનેલી ગાડીઓમાં જો E20ને કારણે અસરગ્રસ્ત પાર્ટ્સ બદલવાની જરૂર પડે તો ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવામાં ન આવે.

સર્વિસિંગ દરમિયાન મફતમાં બદલાશે રબર વોશર્સ

ગડકરી (Nitin Gadkari)ના જણાવ્યા અનુસાર જૂની ગાડીઓમાં કેટલાક મેટલ વોશર્સનો ઉપયોગ થતો હતો, જ્યારે હવે વધુ ટકાઉ રબર વોશર્સનો ઉપયોગ કરવામાં આવે છે. સર્વિસિંગ દરમિયાન જરૂર જણાય તો આવા વોશર્સ અને સંબંધિત પાર્ટ્સ મફતમાં બદલવા માટે કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે.

ગાડી ખરાબ થવાના દાવાને લઈ શું કહ્યું?

ગડકરીએ સોશિયલ મીડિયા પર E20 પેટ્રોલ (E20 Petrol)થી ગાડીઓ ખરાબ થવાના દાવાઓને ફગાવી દીધા. તેમણે કહ્યું કે હજુ સુધી એવો કોઈ પુરાવો સામે આવ્યો નથી કે માત્ર E20 પેટ્રોલના કારણે કોઈ કાર બંધ પડી હોય અથવા ગંભીર નુકસાન થયું હોય. તેમના જણાવ્યા મુજબ આ પ્રકારના દાવાઓ ખોટી માહિતીના આધારે ફેલાવવામાં આવી રહ્યા છે.

માઇલેજ ઓછું થવાની વાત સ્વીકારી

જોકે ગડકરીએ સ્વીકાર્યું કે E20 પેટ્રોલથી કેટલીક જૂની ગાડીઓમાં માઇલેજ થોડું ઓછું મળી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઇથેનોલની ઊર્જા ક્ષમતા પેટ્રોલ કરતાં ઓછી હોય છે. તેથી એક લીટર E20 પેટ્રોલથી મળતું માઇલેજ સામાન્ય પેટ્રોલ કરતાં થોડું ઘટી શકે છે.

ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન માટે કોઈ સમસ્યા નહીં

ગડકરીએ જણાવ્યું કે ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી ધરાવતી નવી ગાડીઓમાં E20 અથવા વધુ ઇથેનોલ બ્લેન્ડથી કોઈ ખાસ સમસ્યા જોવા મળતી નથી. ARAIના અભ્યાસ મુજબ આવા એન્જિન ખાસ કરીને ઇથેનોલ મિશ્રિત ઇંધણ માટે બનાવવામાં આવ્યા છે. હાલમાં દેશમાં લગભગ 12 વાહન ઉત્પાદક કંપનીઓ ફ્લેક્સ-ફ્યુઅલ મોડલ પર કામ કરી રહી છે.

ભારતમાં E20નો વિરોધ કેમ?

E20 પેટ્રોલના અમલ બાદ ખાસ કરીને 2023 પહેલાંની પેટ્રોલ કારો (Petrol Car)ના માલિકોએ માઇલેજ ઘટવા, મેન્ટેનન્સ ખર્ચ વધવા અને એન્જિનના કેટલાક પાર્ટ્સ ઝડપથી ઘસાવાની ફરિયાદો કરી છે. જોકે સરકારનું કહેવું છે કે યોગ્ય ફેરફારો અને અપગ્રેડ બાદ આ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે.


આ પણ વાંચો:100% ઇથેનોલ ફ્યુઅલ તરફ ભારત, નીતિન ગડકરીનો મોટો પ્લાન, વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે

આ પણ વાંચો:નીતિન ગડકરીની મોટી જાહેરાત : ધોરી માર્ગો માટે કેન્દ્ર સરકાર ખર્ચશે 20 હજાર કરોડ

આ પણ વાંચો:નીતિન ગડકરી ગુજરાતમાં, CM સાથે નેશનલ હાઇવે પ્રોજેક્ટોની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે…