Not Set/ ધંધાકિય અદાવતમાં ખેલાયો ખુની ખેલ, પાડોશીએ કરી પિતાની નજર સમક્ષ પુત્રની હત્યા

છોટાઉદેપુર, છોટાઉદેપુરનાં તણખલા ગામે ધંધાકિય અદાવતમાં ખુની ખેલ ખલાયો. જેમાં પિતાની નજર સમક્ષ પુત્રને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.  હત્યાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકના પિતાનાં નિવેદન પરથી નિકેશ અને તેની પત્નિની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. સ્થાનિક સુત્રોનાં જણાવ્યા પ્રમાણે મૃતક શિવમ અને આરોપી નિકેશ બન્ને સામસામે કરિયાણાની દુકાનો […]

Gujarat Others

છોટાઉદેપુર,

છોટાઉદેપુરનાં તણખલા ગામે ધંધાકિય અદાવતમાં ખુની ખેલ ખલાયો. જેમાં પિતાની નજર સમક્ષ પુત્રને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.  હત્યાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

મૃતકના પિતાનાં નિવેદન પરથી નિકેશ અને તેની પત્નિની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. સ્થાનિક સુત્રોનાં જણાવ્યા પ્રમાણે મૃતક શિવમ અને આરોપી નિકેશ બન્ને સામસામે કરિયાણાની દુકાનો ધરાવતા હતા અને ધંધાકિય અદાવતમાં બન્નેને અંદરોઅંદર વારંવાર ઝગડો થતો હતો.

વિકાસ જયસ્વાલે જણાવ્યુ હતુ કે  મૃતક શિવમે તેને આ બાબતે ધણી વખત વાત કરી હતી અને કહેતો હતો કે તેના જીવને ખતરો છે. નિતેશે લોખંડનો પાઇપ માથામાં ફટકારી શિવમની હત્યા કરી હતી.

માથા ભારે નિકેશ તેની પત્ની અને બે પુત્રો એ ગઈ સાંજના સમયે આવાજ એક કારણને લઈ શિવમ પર તૂટી પડ્યા અને આ ખેલ શિવમ માટે આખરી હતો . શિવમના માથાના ભાગમાં નિકેશે લોખંડની પરાઈ વડે જીવલેણ હુમલો કર્યો અને શિવમના ઘટના સ્થળ પર જીવ ગુમાવી દીધો .

શિવમમાં કમજોર વૃદ્ધ પિતા આ નજારો જોતાં રહ્યા કઈ પણ કરી શક્યા નહી બસ મારા પુત્રને બચાવોની બૂમો પાડતાં રહ્યા. પણ આ ખૂની ખેલનો લોકો નજારો જોતાં રહ્યા અને પિતાની સામેજ પોતાના ઘરના મોભી એવા પુત્રનો જીવ જતો રહ્યો અને પિતા આક્રંદ કરતાજ રહી ગયા.

પોલીસને આ બાબતની જાન થતાજ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી . જ્યાં આક્રંદ કરતાં પિતા પોતાને ન્યાય મળે તે માટે પોલીસના પણ પગ પકડી લીધા હતા.

ભાગી છૂટેલા  નિકેશ તેનો સગીર ભાઈ અને તેની માતા ઘટના સ્થળ પર થી ભાગી છૂટ્યા પરતું પોલીસે થોડાજ સમયમાં આ ત્રણે આરોપી ને પકડી પાડીને જેલ ભેગા કરી દીધા છે .