Gandhinagar News/ ગાંધીનગરમાં ટાઈફોઈડ રોગચાળો: CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

Typhoid ના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક

Gujarat Gandhinagar
Typhoid

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડ (Typhoid) ના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિમાં મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે લેવાઈ રહેલા દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવા માટેના સૂચનો ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં કર્યા હતા.

Typhoid રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન

Typhoid રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરએ ટાઈફોઈડ (Typhoid) રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીને આ બેઠકમાં આપતા કહ્યું કે, હવે ટાઈફોઈડ (Typhoid) રોગચાળાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 85 સર્વે ટીમ બનાવીને 1 લાખ 58 હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ક્લોરિન ટેબલેટ્સ અને ઓ.આર.એસ. પેકેટ પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યાં છે. લીકેજીસના રિપેરીંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા છે તેમજ તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે.

લીકેજીસના રિપેરીંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા છે

મુખ્યમંત્રીએ પાણીજન્ય રાગચાળો ફેલાતો અટકાવવાના સઘન ઉપાયરૂપે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લઈ તેની યોગ્યતા અને ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાય તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.

મુખ્યમંત્રીએ હાલ પાઈપલાઈન અંગેના જે કામો પ્રગતિમાં છે, તેની ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે વોટર ટેસ્ટીંગનો વ્યાપ વધારવા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા તાકીદ કરી હતી.

ટેસ્ટીંગનો વ્યાપ વધારવા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા તાકીદ કરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સ મારફતે તથા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, મુખ્યમંત્રીના અગ્ર સચિવ  સંજીવ કુમાર, પાણી પુરવઠા અને શહેરી વિકાસના અગ્ર સચિવઓ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, શહેરી ક્ષેત્રના આરોગ્ય કમિશનરડૉ. રતનકંવર ગઢવીચારણ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને તબીબો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગર ટાઈફોઈડના ભરડામાં… CM એક્શન મોડમાં અને મેયર ક્રિકેટમાં વ્યસ્ત!

આ પણ વાંચો: ગાંધીનગરમાં ટાઈફોઈડ ફેલાયો: પાઇપલાઇન લીકેજ બાદ 113 શંકાસ્પદ કેસ, અમિત શાહે સંભાળી કમાન

આ પણ વાંચો: અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો પીવાના પાણીના 72 સેમ્પલ પરીક્ષણમાં ફેઇલ અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના 373 કેસ કમળાના 92 અને ટાઈફોઈડના 269 કેસ ખાડીયા,