Not Set/ રાજ્યમાં બાયોડીઝલની ધુમ ચોરી , રાજકોટ પાસેથી 45 લાખનો જથ્થો પકડાયો

પેટ્રોલ ચોરી, ડીઝલ ચોરી તેમજ ઓએનજીસીની પાઇપ લાઇનમાંથી ગેસ ચોરીના બનાવોમાં વધારો થતા રાજ્યની પોલીસે ચારે તરફ પોતાના પંજા લગાવવાના શરુ કરી દીધા છે. સરકારની આંખમાં ધૂળ ચોંટાડીને તેમની જ નાક નીચેથી ચોરીઓ થવા લાગી છે જેથી પોલીસ આવી ગેંગોને પકડવા માટે સક્રિય બની ગઈ છે. તાજેતરની જો વાત કરીએ તો રાજ્ય સરકારે બાયોડીઝલના નામે […]

Gujarat

પેટ્રોલ ચોરી, ડીઝલ ચોરી તેમજ ઓએનજીસીની પાઇપ લાઇનમાંથી ગેસ ચોરીના બનાવોમાં વધારો થતા રાજ્યની પોલીસે ચારે તરફ પોતાના પંજા લગાવવાના શરુ કરી દીધા છે. સરકારની આંખમાં ધૂળ ચોંટાડીને તેમની જ નાક નીચેથી ચોરીઓ થવા લાગી છે જેથી પોલીસ આવી ગેંગોને પકડવા માટે સક્રિય બની ગઈ છે.

તાજેતરની જો વાત કરીએ તો રાજ્ય સરકારે બાયોડીઝલના નામે વેંચતા ભેળસેળીયા ઇંધણના ગોરખધંધા બંધ કરાવવા આદેશ આપતા રાજકોટ રેન્જ આઇજીની સૂચનાથી પોલીસની વિવિધ ટિમો રીતસર બાયોડીઝલના કાળા કારોબાર ઉપર તૂટી પડી છે. જે અન્વયે ટંકારા પોલીસ ટીમ દ્વારા ધ્રોલ-ટંકારા હાઇવે ઉપરથી 45 લાખથી વધુ કિંમતના ભેળસેળીયા ઇંધણ સહિત એક કરોડ રૂપિયાથી વધુનો મુદામાલ જપ્ત કરી ચાર આરોપીઓને અટકાયતમાં લીધા હોવાની વિગતો સાંપડી રહી છે.

રાજયમાં ચાલતા બાયોડીઝલના ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણને પકડી પાડી પકડાયેલ ઇસમો ઉપર કડક અને કાયદેસરની કાર્યવાહી કરવા કરેલ સુચના અન્વયે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહની સૂચનાથી રેન્જમાં 131 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. જે અન્વયે ટંકારા પોલીસ ટીમ દ્વારા ધ્રોલ ટંકારા હાઇવે ઉપર ઓટાળા ગામ નજીક ગેરકાયદે ધમધમતા બાયોડીઝલના હાટડા ઉપર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન અરવીંદ ભીમજીભાઇ રાજકોટીયા (રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી, તા.ટંકારા, જી.મોરબી) સહિતના ચાર ઈસમો ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય પોલીસે બાયોડીઝલ લી.૬૦૨૦૦ કિ.રૂ.૪૫,૧૫,૦૦૦ તેમજ અન્ય સાધન સામગ્રી મળી કુલ મુદ્દામાલ રૂ.૧,૦૬,૬૩,૦૦૦ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ ૨૭૮, ૨૮૪, ૨૮૫, ૧૧૪ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.