ભુજ શહેરની કોલેજ જે ઘણા સમયથી વિવાદમાં છે, તેને લઇને એક સમાચાર સામે આવ્યા છે. અહી આચાર્ય, છાત્રાલય રેક્ટર અને ચોથા વર્ગનાં કર્મચારીને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. આ પહેલા તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે બધા પર 60 થી વધુ વિદ્યાર્થીઓને માસિક સ્રાવ છે કે કેમ તે જોવા માટે તેમના આંતરિક વસ્ત્રો કઠાવવાનું દબાણ કરવાનો આરોપ છે. આ ઘટના સામે આવતા ભારે હંગામો મચી ગયો હતો.
શ્રી સહજાનંદ કન્યા સંસ્થાનાં ટ્રસ્ટી પ્રવિણ પિંડોરીયાએ સોમવારે જણાવ્યું હતું કે, આચાર્ય રીટા રાનીંગા, મહિલા છાત્રાલયનાં રેક્ટર રમીલાબેન અને વર્ગ ચાર ની કર્મચારી નૈનાને શનિવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય ઉપરાંત અનીતા નામની મહિલાનું નામ પણ ભુજ પોલીસે નોંધાવેલી એફઆઈઆરમાં આરોપી તરીકે જાહેર કર્યુ છે. જો કે તેનો કોલેજ સાથે કોઈ સંબંધ નથી.
આ કેસમાં આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 384, 355 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયા બાદ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. એસએસજીઆઇ એક સ્વ-ફાઇનાન્સ કોલેજ છે જેની પોતાની મહિલા છાત્રાલય છે. સંસ્થા ભુજનાં સ્વામિનારાયણ મંદિરનાં ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
