Amreli News: અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં દીપડા (Leopard)નો આતંક (Terror) વધ્યો. ખેતરમાં રમતા પાંચ વર્ષના માસૂમ બાળકનું હુમલાથી થયું મોત છે. ગોપાલગ્રામ નજીક આવેલી એક વાડીમાં કામ કરતી વખતે આ ઘટના બની હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં વન્યજીવથી ભય અને ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.
ખેતરમાં કામ સમયે બની દુર્ઘટના-દીપડા(Leopard)નો આતંક (Terror)
સૂત્રો અનુસાર, ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક એક ખેતરમાં પરિવારના સભ્યો ખેતી કામમાં વ્યસ્ત હતા. તે દરમિયાન 5 વર્ષીય સાહિલ કટારા પણ પરિવાર સાથે વાડીમાં હાજર હતો. અચાનક ઝાડીઓમાંથી દીપડો (Leopard) આવી બાળક પર તૂટી પડ્યો અને તેને ઉઠાવીને થોડે દૂર લઈ ગયો. આ હુમલો એટલો અચાનક હતો કે હાજર લોકો કંઈ સમજી શકે એ પહેલાં જ દીપડો બાળકને પકડી ગયો. ઘટનાથી ખેતરમાં કામ કરતા લોકોમાં અફરાતફરી મચી ગઈ.
સ્થાનિકોના હોબાળાથી દીપડો ભાગ્યો
બાળકને ઉઠાવી જતાં જ સ્થાનિક લોકોએ ચીસો પાડી, લાકડાં અને પથ્થરો ફેંકીને હોબાળો શરૂ કર્યો. સ્થાનિકોના આ પ્રતિકારને કારણે દીપડા (Leopard)એ બાળકને નીચે મૂકી દીધો અને નજીકના જંગલ વિસ્તારમાં ભાગી ગયો.
તાત્કાલિક બાળકને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ગંભીર ઈજાઓના કારણે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. બાળકના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ધારી વિસ્તારમાં દીપડા (Leopard)નો વધતો આતંક (Terror)
ધારી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા (Leopard)ની અવરજવર અને દીપડા (Leopard)નો વધતો આતંક (Terror)નું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખેતી વિસ્તારો, વાડીઓ અને ગામની નજીક દીપડા (Leopard)ઓ દેખાવાની ઘટનાઓ વધતા લોકોમાં ભયનો માહોલ છે. વન્યજીવોના વસવાટ વિસ્તાર ઘટતા અને માનવ વસતિ નજીક આવતા આવા હુમલાની ઘટનાઓ વધી રહી છે.
પોલીસ અને વન વિભાગે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા દીપડા (Leopard)ની શોધખોળ માટે પાંજરા મુકવાની તેમજ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વન અધિકારીઓએ લોકોને સાવચેત રહેવાની, ખાસ કરીને બાળકોને એકલા ખેતર કે વાડીમાં ન જવા દેવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:ઉનાના ભાચા ગામે દીપડાના હુમલાથી બે વર્ષીય બાળકનું કરુણ મોત
આ પણ વાંચો:ગીર સોમનાથમાં દીપડાનો આતંક ,વલાદર ગામે 50 વર્ષીય મહિલા પર હુમલો
આ પણ વાંચો:અલ્મોડામાં રીંછે બે મહિલાઓના ચહેરા ફાડી ખાધા: દીપડાના હુમલામાં વૃદ્ધના માથામાં 35 ટાંકા

