સંસ્કારનગરી વડોદરાની MS યુનિવર્સિટીમાંથી દારૂની મહેફિલ માણતાં બે વિદ્યાર્થી અને 1 વિદ્યાર્થીની ઝડપાયા છે. સાયન્સ ફેકલ્ટીના માઈક્રો બાયોલોજી વિભાગના પાર્કિંગમાં ખુલ્લે આમ આ વિધાર્થીઓ દારૂની મહેફિલ માણતા હતા. અને બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની દારૂ પી રહ્યાં હતા.
યુનિવર્સિટી પરિસરમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. આ વિધાર્થીઓ આ વાત દારૂના નશામાં ભૂલી ગયા હતા. પરંતુ CCTV પર નજર રાખી રહેલા અધિકારીની નજરે ચઢી ગયા હતા. ત્યારબાદ યુનિવર્સિટીની વિજીલન્સ ટીમે દારૂ પીતા વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે આ મામલે સયાજીગંજ પોલીસે ઉમેશ ખામભડ, ભૌમિક પટેલ અને દ્રષ્ટિ ભટ્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહીં પ્રશ્ન એ થાય છે કે આટલી કાળજી સરકાર અને યુનીવર્સીટી દ્વારા લેવામાં આવતી હોવા છતાય આ વિધાર્થીઓ પાસે અને એ પણ યુનિવર્સિટી કેમ્પસમાં દારૂ પહોચ્યો કેવી રીતે..? યુનિવર્સિટી તંત્ર પાસે યુનીવર્સીટી કેમ્પસમાં દારૂની બદી અટકાવવાનો કોઈ પ્લાન છે ? દારૂ લાવનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા લેવાશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
