Not Set/ એસિડ એટેક સર્વાઇવરની વકીલે જાણો કેમ ‘છપાક’ પર રોક માટે કોર્ટમાં કરી અરજી

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ ‘છપાક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે આ ફિલ્મને લઈને આજકાલ કોઈ ના કોઈ વિવાદ ચાલી રહ્યો છે. એસિડ એટેક પીડિત લક્ષ્મીની વકીલ રહલે અપર્ણા ભટ્ટે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી છે. અપર્ણા ભટ્ટે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે તે ઘણા […]

Top Stories Entertainment

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ ‘છપાક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે આ ફિલ્મને લઈને આજકાલ કોઈ ના કોઈ વિવાદ ચાલી રહ્યો છે. એસિડ એટેક પીડિત લક્ષ્મીની વકીલ રહલે અપર્ણા ભટ્ટે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી છે.

અપર્ણા ભટ્ટે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે તે ઘણા વર્ષોથી એસિડ એટેક પીડિત લક્ષ્મી અગ્રવાલની વકીલ હતી અને હજુ સુધી તેને ફિલ્મમાં ક્રેડિટ આપવામાં આવી નથી. દીપિકાની જેએનયુમાં દીપિકાના ગયા બાદ સોશિયલ મીડિયામાં બાયકોટ ‘છપાક’ #boycottchhapaak ટ્રેન્ડ થઇ રહ્યું હતું.

https://www.instagram.com/p/B7BCFvzgTNt/?utm_source=ig_embed

જેએનયુ કેમ્પસમાં હુમલો કરાયેલા વિદ્યાર્થીઓને એકતા બતાવવાને કારણે ચર્ચાના કેન્દ્રમાં રહેલી અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ તેના વિલનના નામને લઈને પણ ચર્ચામાં હતી.

https://www.instagram.com/p/B69zhYfgTL_/?utm_source=ig_embed

દીપિકાની આ ફિલ્મ એસિડ એટેકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલ પર આધારિત છે. પત્રિકાના લેખમાં લક્ષ્મી પર એસિડ હુમલો કરનાર આરોપીનું નામ બદલવાના દાવા બાદ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ‘નદીમ ખાન’ અને ‘રાજેશ’ ટ્રેન્ડ થવા લાગ્યું.

સાંજના 4 વાગ્યા સુધીમાં ‘નદીમ ખાન’ માટે 60,000 ટ્વીટ્સ હતા, જ્યારે ‘રાજેશ’ને 50,000 ટ્વીટ્સ મળ્યાં હતાં. 2005 માં, નદીમ ખાન અને અન્ય ત્રણ લોકોએ લક્ષ્મી પર એસિડ ફેંક્યું  હતું. તેના જીવન પર આધારીત ફિલ્મની વાર્તા સમાન છે પરંતુ પાત્રોના નામ બદલાયા છે. ઉદાહરણ તરીકે, લક્ષ્મીનું નામ બદલીને ‘માલતી’ અગ્રવાલ અને નદીમનું નામ બદલીને ‘બબ્બુ’ ઉર્ફ ‘બશીર ખાન’ રાખ્યું છે.

મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત ‘છપાક’માં નદીમ કે નઈમ ખાનનો ઉલ્લેખ નથી, જ્યારે’ રાજેશ ‘ફિલ્મમાં માલતીના પ્રેમીનું નામ છે. ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ દરમિયાન દીપિકા પાદુકોણ રડી પડી હતી. ફિલ્મ ‘છપાક’ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.