ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. રાજ્યમાં દિવસે ને દિવસને મહિલાઓ, યુવતીઓ તેમજ નાની બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે રાજયમાં મહિલાઓ સુરક્ષિત નથી. આવામાં અમદાવાદમાં વધુ એક મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં 4 બાળકોની માતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક 4 બાળકોની માતાને એક રિક્ષા ચાલક સાથે સંબંધ હતો. ત્યાર બાદ તે રિક્ષા ચાલક પોતાના કેટલાંક મિત્રોને લઇને આ મહિલા પાસે આવ્યો હતો.
આ પણ વાંચો : યુટ્યુબર ધ્રુવ રાઠી પર ભડકી કંગના રનૌત, કહ્યું- હું તમને જુઠ્ઠાણા માટે મોકલી શકું છું…
આ ઘટનામાં રીક્ષા ચાલક અને તેમના મિત્રોએ દારૂ પીધા બાદ આ મહિલા સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. જેનાં વિશે સરદારનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ રેપની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી અને 4 યુવકોની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સરદારનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે જાણવા મળી રહ્યું છે કે, રિક્ષાચાલક અને તેના મિત્રોએ સરદારનગર વિસ્તારમાં આ મહિલાને લઈ જઈને રૂમમાં બળાત્કાર ગુજાર્યો હતો. જો કે મહિલાની ફરિયાદને આધારે 4 બળાત્કારી યુવકોની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : ‘બાબા કા ઢાબા’ નાં માલિકે Youtuber વિરુદ્ધ પોલીસમાં નોંધાવી ફરિયાદ
