Surat News/ મુંબઈમાં ભારે પવનથી 8 ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ, તમામ વિમાનોનું સેફ લેન્ડિંગ

મુંબઈ (Mumbai)માં ભારે પવન અને પ્રતિકૂળ હવામાનના કારણે 8 ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ, તમામનું સેફ લેન્ડિંગ.

Surat Gujarat Breaking News
Mumbai

Surat News: મુંબઈ (Mumbai)માં ભારે પવન અને પ્રતિકૂળ હવામાનના કારણે લેન્ડિંગ શક્ય ન બનતાં 8 ફ્લાઇટને સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. તમામ વિમાનોનું સુરતમાં સેફ લેન્ડિંગ કરાવી પાર્ક કરવામાં આવ્યા છે. મુંબઈમાં વાતાવરણ સામાન્ય થયા બાદ તેમને રવાના કરાશે.

Mumbaiમાં ભારે પવનથી ફ્લાઇટ ડાયવર્ટ

મુંબઈ માં ભારે પવન (Strong Winds) અને પ્રતિકૂળ હવામાનના કારણે ફ્લાઇટ લેન્ડિંગ શક્ય બન્યું ન હતું. આથી એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા 8 જેટલી ફ્લાઇટ્સને ઈમરજન્સી ધોરણે સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ (Divert) કરવામાં આવી હતી.

ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ્સ સામેલ

ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ્સમાં ઈન્ડિગો ની 5 અને એર ઈન્ડિયા એક્સપ્રેસની 3 ફ્લાઇટ્સ સામેલ છે. તમામ વિમાનોનું સુરત એરપોર્ટ પર સેફ લેન્ડિંગ કરાવી તેમને પાર્ક કરવામાં આવ્યા છે.

વાતાવરણ સામાન્ય થયા બાદ રવાના કરાશે

મુંબઈમાં વાતાવરણ સામાન્ય થયા બાદ જ આ તમામ વિમાનોને સુરતથી રવાના કરવામાં આવશે. હાલ ફ્લાઇટ્સ સુરત એરપોર્ટ પર જ રોકાયેલી છે. અચાનક આવી પહોંચેલા મુસાફરો (Traveler)ને કોઈ અગવડ ન પડે તે માટે સુરત એરપોર્ટ ઓથોરિટી (Airport Authority) દ્વારા પીવાના પાણી અને રિફ્રેશમેન્ટ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.


આ પણ વાંચો: કાર્ગો એરિયામાં એલાર્મ વાગતા અગરતાલા-દિલ્હી IndiGo ફ્લાઇટનું લખનૌમાં ઇમરજન્સી લેન્ડિંગ

આ પણ વાંચો: એર ઇન્ડિયા ભોપાલ-દિલ્હી ફ્લાઇટની જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામીથી ટળ્યો ખતરો

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ