IndiGo Flight Emergency Update: અગર્તલાથી દિલ્હી જઈ રહેલી IndiGoની ફ્લાઇટમાં મંગળવારે સાંજે કાર્ગો વિસ્તારમાં સ્મોક વોર્નિંગ મળતા વિમાનને સાવચેતીના ભાગરૂપે લખનઉ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં 103 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સહિત કુલ 109 લોકો સવાર હતા. લખનઉ એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું અને કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને ઈજા થઈ ન હોવાનું જણાવાયું છે.
6E6504 ફ્લાઇટને લખનઉ ડાયવર્ટ કરાઈ
અગર્તલાથી દિલ્હી જતી IndiGo flightની 6E6504માં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી સ્મોક વોર્નિંગ મળ્યા બાદ પાઇલટ્સે સાવચેતીના પગલા લીધા હતા. ત્યારબાદ ફ્લાઇટને દિલ્હી લઈ જવાને બદલે લખનઉના ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. વોર્નિંગ મળતાં જ લખનઉ એરપોર્ટ પર ઇમરજન્સી પ્રોટોકોલ સક્રિય કરવામાં આવ્યા હતા. ફાયર અને રેસ્ક્યૂ ટીમ, એમ્બ્યુલન્સ, મેડિકલ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તેમજ અન્ય જરૂરી ટીમોને તૈયાર રાખવામાં આવી હતી.
6:29 વાગ્યે સુરક્ષિત લેન્ડિંગ
વિમાનનું સાંજે 6:29 વાગ્યે લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. વિમાનમાં સવાર તમામ 103 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રહ્યા હતા. લેન્ડિંગ બાદ મુસાફરોને વિમાનમાંથી(IndiGo flight) બહાર ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ ટેકનિકલ ટીમે વિમાનના કાર્ગો બેથી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં કાર્ગો વિસ્તારમાં વાસ્તવિક ધુમાડો હોવાના કોઈ સ્પષ્ટ સંકેત મળ્યા ન હોવાનું એક સૂત્રએ જણાવ્યું હતું. જોકે, સ્મોક વોર્નિંગનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પાંચ વર્ષ જૂનું Airbus A320neo વિમાન
આ ફ્લાઇટમાં VT-ISY રજિસ્ટ્રેશન ધરાવતું Airbus A320-251N એટલે કે A320neo વિમાન કાર્યરત હતું. આ વિમાને 2 ઓગસ્ટ 2021ના રોજ પ્રથમ ઉડાન ભરી હતી અને 1 સપ્ટેમ્બર 2021ના રોજ તેને IndiGoને સોંપવામાં આવ્યું હતું. આ ઘટના સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં બનેલી સમાન ઘટનાની યાદ અપાવે છે. 3 સપ્ટેમ્બરે Air India Expressની Varanasi-Delhi ફ્લાઇટ IX 1253ને પણ કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક ઈન્ડિકેશન મળ્યા બાદ લખનઉ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. તે વિમાનમાં 155 મુસાફરો સવાર હતા. લખનઉમાં તપાસ દરમિયાન કોઈ દેખીતો ધુમાડો મળ્યો નહોતો. અધિકારીઓના જણાવ્યા મુજબ,IndiGo flightમાં સ્મોક વોર્નિંગનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી અને તેની તપાસ ચાલી રહી છે.
મુસાફરોને તેમના ગંતવ્ય દિલ્હી સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. બીજી તરફ, VT-ISY વિમાનને હાલ ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. DGCA તરફથી જરૂરી મંજૂરી મળ્યા બાદ જ તેને ફરી ઉડાન માટે ઉપયોગમાં લેવામાં આવશે.
આ પણ વાંચો:કોલકાતા-શિલોંગ ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ ધમકી, મુસાફરોને ઉતારાયા તાત્કાલિક
આ પણ વાંચો:બોમ્બની ધમકી બાદ 181 મુસાફરો પાસેથી ટિશ્યુ પર 36 વખત લખાવાયું, હવે અક્ષરોની થશે ફોરેન્સિક તપાસ
આ પણ વાંચો:કુવૈતથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
