Ahmedabad News/ બોમ્બની ધમકી બાદ 181 મુસાફરો પાસેથી ટિશ્યુ પર 36 વખત લખાવાયું, હવે અક્ષરોની થશે ફોરેન્સિક તપાસ

કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ (Bomb Threat)ની ધમકી બાદ અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Bomb Threat

Ahmedabad News:30 જાન્યુઆરી સવારના સમયે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અચાનક હડકંપ મચી ગયો હતો.કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં બોમ્બ (Bomb Threat) અને હાઇજેકની ધમકી મળતાં વિમાનને તાત્કાલિક અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું.આ ધમકી માત્ર એક ટિશ્યુ પેપર પર હાથથી લખેલા શબ્દોમાંથી આવી હતી, જેના કારણે 180 મુસાફરો અને ક્રૂ મેમ્બરોના જીવના તાળવે ચોંટી ગયા હતા.

ફ્લાઇટ (ઇન્ડિગોની 6E સિરીઝની) કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટથી વહેલી સવારે ઉડાન ભરીને દિલ્હી તરફ જઈ રહી હતી. વિમાન હજારો ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું ત્યારે કેબિન ક્રૂને સીટ નંબર 14-D ની નીચેથી એક ટિશ્યુ પેપર મળ્યું. તેના પર લીલી પેનથી અંગ્રેજીમાં લખેલું હતું કે વિમાનમાં બોમ્બ (Bomb Threat) છે અને તેને હાઇજેક કરવામાં આવશે.ફ્લાઇટ ઇન્ચાર્જ ઉર્વશીએ તરત જ આ વાત કેપ્ટન આકાશ અગ્રવાલ અને કો-પાયલટ અનુષા જૈનને જણાવી. કેપ્ટને તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી અને સુરક્ષાના ધોરણ મુજબ વિમાનને નજીકના યોગ્ય એરપોર્ટ અમદાવાદ  તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો.

સવારે આશરે 6:39 વાગ્યે વિમાને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું. લેન્ડિંગ બાદ વિમાનને તરત જ મુખ્ય ટર્મિનલથી દૂર ‘આઇસોલેશન બે’ બે પર લઈ જવામાં આવ્યું.બોમ્બ સ્ક્વોડથી લઈને ડોગ સ્ક્વોડ સુધીએરપોર્ટ પોલીસ, CISF, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (Bomb Threat) અને ડોગ સ્ક્વોડ તરત જ સ્થળ પર પહોંચ્યા.તમામ 180 મુસાફરોને સાવચેતીપૂર્વક નીચે ઉતારીને ટર્મિનલ-2ના અરાઇવલ હોલમાં લઈ જવામાં આવ્યા.

વિમાનના દરેક ખૂણાની કલાકો સુધી તપાસ કરવામાં આવી લગેજ, કેબિન, ટોઇલેટ સહિતનો સામાન તપાસાયો.કોઈ બોમ્બ (Bomb Threat) કે વિસ્ફોટક સામગ્રી મળી નહીં. જેનાથી આ એક ખોટી ધમકી હોવાનું સ્પષ્ટ થયું.ધમકીના લખાણના લેખકને શોધવા માટે અમદાવાદ એરપોર્ટ પોલીસે વિશેષ પગલાં ભર્યાં. સેકન્ડ પી.આઈ. ડિમ્પલબેન પટેલની ટીમે તમામ 181 વ્યક્તિઓ પાસેથી હસ્તાક્ષરના 36-36 નમૂના લીધા.આ નમૂનાઓ ટિશ્યુ પેપર પર જ લેવામાં આવ્યા, જેથી લખાણની સપાટી અને પેનની અસર સમાન રહે. ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ (DFS) ખાતે મોકલાયા છે, જ્યાં હેન્ડરાઇટિંગ એક્સપર્ટ અજીતસિંહ સોલંકીની ટીમ તપાસ કરશે.

36 નમૂના કેમ? DFSના અધિકારીઓ અનુસાર, 36 નમૂનાઓથી લેખનની 36 પેરામીટર્સ ચોક્કસપણે તપાસી શકાય છે. આટલા નમૂનાઓથી જરૂરી લાક્ષણિકતાઓ મળે છે અને જો કોઈ ઇરાદાપૂર્વક લખાણ બદલવાનો પ્રયાસ કરે તો તે પણ પકડાઈ જાય છે. 3થી 4 મહિના અથવા વધુ લાગી શકે છે, કારણ કે અન્ય ગંભીર કેસો (મર્ડર, POCSO, વગેરે) પણ ચાલે છે.અધિકારીઓ અનુસાર, 2025થી અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર 10થી વધુ બોમ્બ ધમકીઓ (Bomb Threat) મળી છે, જેમાંથી 5 ટિશ્યુ પેપર પર હતી. અન્ય ધમકીઓ ઇ-મેઇલ અને મોબાઇલ દ્વારા આવી હતી.


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો

આ પણ વાંચો: વડોદરા કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી