ભોપાલ,
મોદી સરકાર દ્વારા શીખ સમુદાયના લોકોના પવિત્ર સ્થળોમાંના એક શ્રી કરતારપુર સાહિબના દર્શન કરવા માટે કરતારપુર કોરિડોરના નિર્માણને મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારે આ અંગે શ્રેય લેનારાઓની લાંબી હોડ જામી છે.

આ વચ્ચે કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુનું એક નિવેદન સામે આવ્યું છે. સિદ્ધુએ શુક્રવારે કહ્યું હતું કે, “તેઓની પાકિસ્તાનના આર્મી ચીફ કમર બાજવા સાથેની ઝપ્પી (ગળે મળવા)ના કારણે જ આ કાર્ય સંભવિત થઇ ચુક્યું છે”.
હકીકતમાં નવજોતસિંહ સિદ્ધુ મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના પ્રચાર પ્રસાર અર્થે પહોચ્યા હતા અને ત્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ આ નિવેદન આપ્યું હતું.
ઇમરાન ખાનની શપથવિધિમાં સિદ્ધુ બાજવાને મળ્યા હતા ગળે
#WATCH: Navjot Singh Sidhu meets Pakistan Army Chief General Qamar Javed Bajwa at #ImranKhan's oath-taking ceremony in Islamabad. pic.twitter.com/GU0wsSM56s
— ANI (@ANI) August 18, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની શપથવિધિ સમારોહમાં શામેલ થયેલા પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ પાકિસ્તાનની સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવા સાથે ગળે મળ્યા હતા. જો કે ત્યારબાદ આ મામલે ઘણો વિવાદ થયો હતો.
ગુરુવારે મોદી સરકાર દ્વારા અપાઈ હતી મંજૂરી
In landmark decision, Cabinet approves building & development of Kartarpur corridor from Dera Baba Nanak in Gurdaspur district to International Border. Kartarpur corridor project with all modern amenities and facilities to be implemented with Central Govt funding: Home Minister pic.twitter.com/wQnkGaiGFl
— ANI (@ANI) November 22, 2018
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “કરતારપુર કોરિડોર ગુરુદાસ જિલ્લાના ડેરા બાબાથી લઇ આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી બનાવવામાં આવશે. જેમાં શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ હશે”.
કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે ભારતીય શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાનમાં રાવી નદી પર કરતારપુર સાહેબ ગુરુદ્વારા જવાની સુવિધા મળી શકશે.

આ સાથે જ હવે પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં સ્થિત બાબા નાનક આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી શ્રી કરતારપુર સાહેબ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે.
