મુંબઇ,
પ્રિયંકા ચોપરા અને નિક જોનસ બસ હવે થોડા જ દિવસોમાં લગ્નના તાંતણે બંધાવા જશે. લગ્નને લઈને બંને પરિવાર તરફથી લગભગ બધી જ તૈયારીઓ પણ પૂરી કરી લીધી છે.જોધપુરમાં લગ્ન શાહી અંદાજમાં થનાર આ લગ્નમાં બોલિવૂડથી લઈને હોલિવૂડના ઘણા સ્ટાર્સ શામિલ થશે. માનવામાં આવે છે કે આ દરમિયાન મહેમાનોની સંખ્યા 1500 થી વધુ હોઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો આ ફંક્શનમાં જોડાવા માટે બોલિવૂડના ઘણા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યા છે. આ લિસ્ટમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કેટરીના કૈફ, ફરહાન અખ્તર અને સિદ્ધાર્થ રોય કપૂરનું નામ સામેલ છે. તે પણ કહેવાય છે કે પ્રિયંકાએ ન્યુલી મેરિડ રણવીર સિંહને પણ ઈન્વેઈટ કર્યા છે. સાથે જ કરણ જોહર પણ પીસીના લગ્નમાં શામિલ થઇ શકે છે.

તો બહેન હોવાના નાતે પરિણીતી ચોપડા તેનો ભાગ જ હશે. કહેવાય છે કે પરિણીતી ચોપરા બહેન પ્રિયંકા સાથે એક ડાન્સ પણ કરશે, જેમાં નિક જોનસ પણ ભાગ લેશે.
![]()
અહીં છે લગ્ન..
પ્રિયંકા અને નિક જોનસે લગ્ન માટે જોધપુરના શાહી ઉમ્મેદ ભવન પેલેસને પંસદ કર્યું છે. જ્યાં 300 કરતા પણ વધુ રૂમ છે. જેમાંથી મોટાભાગના રૂમ પ્રિયંકાના તફરથી બૂક કરવામાં આવ્યા છે જેથી મહેમાનો હેરાન ન થાય.
આ તારીખે છે ફંક્શન
મળતી માહિતી અનુસાર પ્રિયંકા અને નિક જોનસના લગ્નના ફંક્શન 28 નવેમ્બરથી શરુ થઇ જશે. 29 નવેમ્બરે મહેંદી અને સંગીત સેરેમની થશે. ત્યાર પછી 30 નવેમ્બરે કોકટેલ પાર્ટી હશે. 1 ડીસેમ્બરે પ્રિયંકાની હલ્દીની રસ્મ થશે અને 2 ડીસેમ્બર લગ્નને હિન્દુ રિતી-રિવાજથી લગ્ન થશે. એવું પણ કહેવામાં આવે છે કે આ પછી 3 ડીસેમ્બરે બંને ક્રિશ્ચન રિવાજથી લગ્ન કરશે.

આ પછી આ ન્યુ કપલ દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન પાર્ટી રાખી શકે છે. તો પ્રિયંકા અને નિક ન્યુયોર્કમાં પણ શાનદાર પાર્ટીનું આયોજન કરી શકે છે.

