uttarpradesh news/ UPમાં યોગી સરકારનો મોટો નિર્ણય! ચાઇનીઝ માંજાથી કોઈનું મોત થશે તો હવે ‘હત્યા’નો ગુનો નોંધાશે

ઉત્તર પ્રદેશમાં ચાઇનીઝ માંજા (Chinese Manjha) પર સંપૂર્ણ પ્રતિબંધ. માંજાથી થતી મોતોને હવે હત્યા માનવામાં આવશે. CM યોગી આદિત્યનાથે અધિકારીઓને કડક કાર્યવાહીના આદેશ આપ્યા.

NATIONAL Top Stories India
CM Yogi Action on Chinese Manjha

UP Chinese Manjha Ban News: ઉત્તર પ્રદેશમાં જીવલેણ સાબિત થઈ રહેલા ચાઇનીઝ માંજાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લાલ આંખ કરી છે. હવેથી યુપીમાં ચાઇનીઝ માંજાના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં, જો આ પ્રતિબંધિત માંજાને કારણે કોઈ વ્યક્તિનું મોત થશે, તો તેને માત્ર અકસ્માત નહીં પરંતુ ‘હત્યા’ ગણવામાં આવશે અને તે મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Chinese Manjha Ban: કેમ લેવો પડ્યો આ કડક નિર્ણય?

છેલ્લા ઘણા સમયથી હાઈવે અને સામાન્ય રસ્તાઓ પર બાઇક સવારો ચાઇનીઝ માંજાનો શિકાર બની રહ્યા હતા. માંજો ગળામાં ફસાઈ જવાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ 4 ફેબ્રુઆરીના રોજ લખનઉમાં એક બાઇક સવાર યુવકનું ચાઇનીઝ માંજાથી ગળું કપાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ યોગી સરકાર એક્શન મોડમાં આવી છે.

CM Yogi Action on Chinese Manjha

પોલીસ અધિકારીઓને સર્જિકલ સ્ટ્રાઈકના આદેશ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી ચાઇનીઝ માંજાના વેચાણ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે રાજ્યભરમાં વિશેષ અભિયાન ચલાવીને ચાઇનીઝ માંજાનું વેચાણ, સંગ્રહ અને સપ્લાય કરનારાઓ પર તાત્કાલિક દરોડા પાડવામાં આવે, જેની સમીક્ષા ઉચ્ચ સ્તરે કરવામાં આવશે. સૌથી મહત્વનો નિર્ણય લેતા તેમણે જણાવ્યું છે કે, હવે ચાઇનીઝ માંજાથી થતી કોઈપણ જાનહાનિના કિસ્સામાં જવાબદારો સામે સીધો હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.

હવે ઉત્તર પ્રદેશમાં ચાઇનીઝ માંજાનો વેપાર કરનારાઓ માટે મુશ્કેલી વધી શકે છે, કારણ કે સરકાર આ મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી.



આ પણ વાંચો: ઉત્તરાયણ પહેલાં ફરી ગરમાયું જીવલેણ ચાઈનીઝ દોરીનું બજાર, હાઈકોર્ટના કડક આદેશો છતાં ગુપ્ત વેચાણ ચાલુ

આ પણ વાંચો: લોહિયાળ પતંગબાજી, જીવલેણ ચાઈનીઝ દોરીથી વધુ એક યુવાન ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: સાણંદમાંથી 7.48 લાખનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો