Rajasthan News: રાજસ્થાન (Rajasthan)ના શ્રીગંગાનગર (Sriganganagar) જિલ્લામાં પત્નીએ પતિની હત્યા (Murder)ને માર્ગ અકસ્માત સાબિત કરવાની ઘટના (Conspiracy) સામે આવી છે, જેણે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. પ્રેમ, વિશ્વાસઘાત (Betrayal) અને પહેલાથી આ હત્યાની આ વાત થી હવે લોકો “રાજસ્થાનની હનીમૂન મર્ડર” તરીકે ઓળખી રહ્યા છે. આ કેસમાં એક નવી પરણેલી પત્ની અંજુએ પોતાના પ્રેમી અને અન્ય બે સાથીઓ સાથે મળીને પોતાના પતિ (Husband) આશિષની હત્યા (Ashish’s Murder) કરી અને તેને માર્ગ અકસ્માત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.
30 જાન્યુઆરીની રાતે શું બન્યું?
30 જાન્યુઆરીની સાંજે આશિષ અને તેની પત્ની અંજુ રાવલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ અનુપગઢ રોડ પર ફરવા માટે નીકળ્યા હતા. રાત્રે લગભગ 9 વાગ્યે પોલીસને માહિતી મળી કે રસ્તા પર એક દંપતી લોહીલુહાણ હાલતમાં પડ્યું છે. આશિષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અંજુ બેભાન અવસ્થામાં મળી આવી હતી. શરૂઆતમાં આ ઘટના હિટ-એન્ડ-રન અકસ્માત તરીકે નોંધાઈ.

પોલીસને કેમ લાગી શંકા?
શ્રીગંગાનગરના પોલીસ અધિક્ષક અમૃતા દુહનના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળની પરિસ્થિતિ અને અંજુના નિવેદનમાં ગંભીર વિસંગતતાઓ જોવા મળી. આશિષના શરીર પર એવી ઇજાઓ હતી જે માત્ર માર્ગ અકસ્માતથી શક્ય ન હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને બોલાવી તપાસ કરવામાં આવી.
મોબાઈલ રેકોર્ડ્સે ખોલ્યું રહસ્ય
તપાસ દરમિયાન અંજુના કોલ ડીટેઇલ રેકોર્ડ્સ (CDR) તપાસવામાં આવ્યા, જેમાં ખુલાસો થયો કે તે સંજુ નામના યુવક સાથે સતત સંપર્કમાં હતી. સંજુ અંજુનો ભૂતપૂર્વ પ્રેમી હતો અને તેના ઘરની નજીક જ રહેતો હતો. પોલીસને શંકા વધુ મજબૂત બની.
પહેલેથી હત્યા નું ષડયંત્ર (Conspiracy) તૈયાર હતું
પોલીસ તપાસમાં ખુલ્યું કે અંજુએ આશિષને જાણબૂઝીને(Conspiracy) ઉજ્જડ રસ્તા પર લઈ ગઈ હતી. ત્યાં પહેલેથી જ સંજુ અને તેના બે સાથીઓ રોહિત ઉર્ફે રોકી અને બાદલ ઉર્ફે સિદ્ધાર્થ ઝાડીમાં છુપાયેલા હતા. ત્રણેયએ આશિષ પર હુમલો કર્યો, તેનું ગળું દબાવીને હત્યા કરી અને પછી વાહન અકસ્માતનું નાટક રચ્યું.
લૂંટનો નાટક અને બેભાન થવાનો ઢોંગ
હત્યાને અકસ્માત અને લૂંટ જેવું દેખાડવા માટે અંજુએ પોતાનો મોબાઈલ ફોન અને કાનની વીંટીઓ આરોપીઓને આપી દીધી હતી. ત્યારબાદ તેણે પોતે બેભાન થવાનો ઢોંગ (Conspiracy) કર્યો. પરંતુ આશિષના શરીર પર મળેલા નિશાનોએ આખી કહાની ઉઘાડી પાડી.
ચારેય આરોપીની ધરપકડ
પોલીસે અંજુ, તેના પ્રેમી સંજુ અને અન્ય બે સાથીઓની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હોવાનું સૂત્રો જણાવે છે. આ કેસને હવે “શ્રીગંગાનગર હનીમૂન મર્ડર કેસ” તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.
લગ્ન પછી તરત જ શરૂ થયું ષડયંત્ર
અહેવાલ મુજબ, અંજુ અને આશિષના લગ્ન માત્ર ત્રણ મહિના પહેલાં થયા હતા. લગ્ન પછી થોડા જ સમયમાં અંજુ પોતાના પિયર પરત ગઈ હતી, જ્યાં તેણે ફરીથી પોતાના ભૂતપૂર્વ પ્રેમી સંજુ સાથે સંપર્ક સ્થાપ્યો. ત્યાં જ બંનેએ આશિષને રસ્તામાંથી દૂર કરવાની યોજના બનાવી હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો:સોનમ લોકઅપમાં પણ કડક દેખરેખ હેઠળ : જેલમાં નવા કપડા મંગાવ્યા, ગેટઅપ બદલી નાંખ્યો
આ પણ વાંચો:‘રાજા સાથે લગ્ન ગોઠવાયેલા હતા, મારી દીકરી નિર્દોષ છે’, સોનમ રઘુવંશીના પિતાનું મોટું નિવેદન
