વિકાસ/ બોટાદમાં રસ્તાઓ થયા મોટા : વિવિધ સ્થળોએ દૂર કરાયા દબાણ

પ્રાંત અધિકારી દિપક સતાણી દ્વારા સોમવારની ચેતવણી બાદ આજે વિવિધ સ્થળોએ દબાણ દુર કરવામાં આવ્યા છે.

Gujarat Others Trending
બોટાદ

બોટાદ શહેરમાં વધતી જતી દબાણ અને ટ્રાફિકની સમસ્યાને  ઉકેલવા માટે એક કવાયત હાથ ધરવામાં આવી છે. વધુ વિગત અનુસાર બોટાદ પ્રાંત અધિકારી દિપક સતાણી દ્વારા સોમવારની ચેતવણી બાદ આજે વિવિધ સ્થળોએ દબાણ દુર કરવામાં આવ્યા  છે.

બોટાદ

શહેરના જાહેર સ્થળો પર છેલ્લા કેટલાય સમયથી જે ઈસમો દ્વારા માંડવા, કાચુબાંધકામ, પાકુબાંધકામ, દુકાનો,પતરાના કેબીનો, ગેરકાયદેસર રીતે મુકવામાં આવ્યા હતા જેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા અને રાહદારીઓને ખુબજ મુશ્કેલી પડી રહી હતી. આવા ગેરકાયદેસર રીતે કરેલા દબાણો દૂર કરવા માટે પ્રાંત અધિકારી દિપક સતાણી દ્વારા ગઈ કાલે સ્થળ પર પહોંચી સુચનાઓ આપવામાં આવી હતી તેમજ શહેરમા રીક્ષા ફેરવી તમામ દબાણ કર્તાઓએ દબાણ હટાવી લેવા સુચના આપવામાં આવી હતી. તે ઉપરાંત જે ઈસમો દ્વારા પોતાના દબાણો દૂર નથી કર્યા તેવો ને આજે વહેલી સવારે પ્રાંત અધિકારી દિપક સતાણી સહિત મામલતદાર, નગરપાલિકા અધિકારીઓ, તેમજ PGVCL ની ટીમ દ્વારા  જ્યોતિ ગ્રામ સર્કલ થી ભાવનગર રોડ સુધીના તમામ દબાણો દૂર કરાવવામાં આવ્યા હતા તેમજ પ્રાંત અધિકારી દિપક સતાણી દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા દિવસોમાં ગેરકાયદેસર બિલ્ડીંગો સોંપીગો જે હશે તેના પર પણ કડકમાં કડક એક્સન લઈ શહેરની ટ્રાફિક સમસ્યાને સંપુર્ણ પણે દુર કરવામાં આવશે.

આ પણ વાંચો: પાણી પુરવઠા વિભાગનાં “મક્કમ સરકાર અડીખમ વિકાસગાથા” પુસ્તકનું વિમોચન કરાયું