વઢવાણ શહેરમાં આશરે બસો વર્ષ જુના પરંપરાગત ગરબા કરવામાં આવે છે ,ઐતિહાસિક ગરબીમાં આ ગરબા કરવામાં આવ્યા હતા આ ગરબામાં માત્ર પુરુષો દ્વારા ગરબા રમવામાં આવે છે અને સાથે ભવાઈ પણ ભજવામાં આવે છે ત્યારે નોમની આખી રાત્ર બહુચર માતાની ભવાઈ ભજવામાં આવી હતી, વઢવાણ માળી જ્ઞાતિ નવરાત્રી ગરબી માં પૌરાણિક પરંપરાનું પાલન કરીને દર વર્ષે માતાજીનું અલગ-અલગ પાત્ર ભજવાય છે.
સુરેન્દ્રનગર નાં વઢવાણ શહેરમાં રામી માળી જ્ઞાતિ નવરાત્રી મંડળ દ્વારા આશરે બસો વર્ષ ની રાજાશાહી વખત ની પરંપરા જાળવી રાખી ધાર્મિક પરંપરા મુજબ નવરાત્રી માં માતાજી નાં પાત્ર ભજવવામાં આવે ને આ ઐતિહાસિક ગરબીમાં ચાચર ચોકમાં માં માત્ર પુરુષો દ્વારા ગરબા રમવા આવે છે ત્યારે વરસો જુની પરંપરાને લઇ નોમ નાં દિવસે મોડી રાત્રે માતાજી નું પાત્ર ભજવાયું હતું જેમાં માં બહુચરાજી માતા ની ભવાઈ ભજવામાં આવી હતી ને દશેરા ની વહેલી સવારે અસૂરો નો સહાર કરવા માં આવ્યો હતો.
વઢવાણ માળી જ્ઞાતિ નવરાત્રી ગરબી માં પૌરાણિક પરંપરાનું પાલન કરી ને દર વર્ષે માતાજી નું અલગ-અલગ પાત્ર ભજવાય છે જેમાં એક વર્ષ માહાકાળી માતાજી વેષ ધારણ કરવામાં આવે છે ને બીજા વર્ષે બહુચરાજી માતા નો વેષ ધારણ કરવામાં આવે ત્યારે આજે વહેલી સવારે બહુચરાજી માતા નો વેષ ધારણ કરવામાં આવ્યો હતો ને અસૂરો નો નાશ કર્યો હતો,, ને આજે વિજયાદશમી ની ઉજવણી માતાજી યજ્ઞ કરીને ઉજવવામાં આવશે,હાલ નાં યુગ વઢવાણ આ ઐતિહાસિક ગરબીમાં પૌરાણિક પરંપરાનું પાલન કરી ને માતાજી ની આરાધના કરતા ભવાઈ ભજવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ઉદ્યોગક્ષેત્ર માટે ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્ટ્સ ટુ ઈન્ડસ્ટ્રીઝ’ જાહેર
આ પણ વાંચો:દશેરાના દિવસે વધુ એક દુર્ઘટના, ભટારમાં લિફટ તુટતા એકનું મોત,પાંચ ઘાયલ
