Maharashtra News/ પૂર્વ સાંસદ વિનાયક રાઉત પર તેમની પુત્રવધૂના ગંભીર આરોપ, ગૌમૂત્ર પીવડાવ્યું અને અંધશ્રદ્ધાના નામે સતામણીનો દાવો

શિવસેના (ઉદ્ધવ ગૂટ)ના પૂર્વ સાંસદ વિનાયક રાઉતના પરિવાર સામે તેમની પુત્રવધૂએ માનસિક અને શારીરિક સતામણી, ગૌમૂત્ર પીવડાવવું, અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓ કરાવવાના ગંભીર આરોપો લગાવ્યા છે.

India Breaking News
Vinayak Raut

Maharashra News: મહારાષ્ટ્રમાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવતો એક મામલો સામે આવ્યો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પૂર્વ સાંસદ વિનાયક રાઉતના પરિવાર સામે તેમની વહુ ગિરિજા રાઉતે માનસિક અને શારીરિક સતામણી, અંધશ્રદ્ધા, બળજબરીથી ગૌમૂત્ર પીવડાવવું અને તાંત્રિક વિધિઓ કરાવવાના ગંભીર આરોપો લગાવ્યા છે. પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે રાઉત પરિવારે તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

પૂર્વ સાંસદ વિનાયક રાઉત (Vinayak Raut)ના પરિવાર સામે પુત્રવધૂના ગંભીર આક્ષેપ 

શિવસેના (Shiv Sena) (ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)જૂથ)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ વિનાયક રાઉતના પરિવાર સામે તેમની પુત્રવધૂ ગિરિજા રાઉતે ગંભીર આરોપો લગાવ્યા છે. ફરિયાદમાં તેમણે માનસિક અને શારીરિક સતામણી, અંધશ્રદ્ધાના નામે તાંત્રિક વિધિઓ કરાવવી, બળજબરીથી ગૌમૂત્ર પીવડાવવું તેમજ અન્ય પ્રકારના અત્યાચારનો દાવો કર્યો છે. ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

ગિરિજા રાઉત (Girija Raut)નો આરોપ છે કે પતિની સંતાન પ્રાપ્તિ સંબંધિત સમસ્યાને લઈને સાસરિયાઓએ તેમને તાંત્રિકો પાસે જવા મજબૂર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે અંધશ્રદ્ધાના નામે તેમના વાળ ખેંચવામાં આવ્યા, ગૌમૂત્ર પીવડાવવામાં આવ્યું અને વર્ષો સુધી માનસિક તેમજ ભાવનાત્મક રીતે હેરાન કરવામાં આવ્યા.

પૂર્વ સાંસદ વિનાયક રાઉત સહિત પાંચ સામે નોંધાઈ FIR 

પોલીસે ગિરિજાની ફરિયાદના આધારે પૂર્વ સાંસદ વિનાયક રાઉત, તેમની પત્ની, પુત્ર ગિતેશ રાઉત તથા બે કથિત તાંત્રિકો સામે અંધશ્રદ્ધા વિરોધી કાયદા અને ઘરેલુ હિંસા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી તરીકે નામ આવેલા તાંત્રિક ફિરોઝ શેખની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

વિનાયક રાઉતે આરોપોને ગણાવ્યા ખોટા

વિનાયક રાઉતે તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે આ સમગ્ર મામલો છૂટાછેડાની પ્રક્રિયા સાથે જોડાયેલો છે અને તેમની સામે કાવતરું રચવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો કે ખાધા  ખોરાકી માટે 12 કરોડ  રકમ, ફ્લેટ અને કારની માંગણી પૂર્ણ ન થતાં આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે.

પતિ સામે ગંભીર આક્ષેપ

ગિરિજા રાઉતે પોતાના પતિ સામે પણ અનેક વ્યક્તિગત આરોપો લગાવ્યા છે. તેમણે લગ્નજીવન દરમિયાન સતત અપમાન, શારીરિક હિંસા અને ધમકીઓ મળ્યાનો દાવો કર્યો છે. જોકે, આ તમામ આરોપોની સત્યતા અંગે પોલીસ તપાસ ચાલુ છે.


આ પણ વાંચો:શિવસેના દિગ્ગજ નેતા સંજ્ય રાઉતે રાજ્ય સરકાર પર કર્યા આકરા પ્રહાર,જાણો વિગત

આ પણ વાંચો:ઉદ્ધવ ઠાકરેને લાગી શકે છે મોટો ઝટકો, શિવસેનાના આટલા સાંસદ એકનાથ શિંદેને આપી શકે છે સમર્થન

આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ પછી, મેયર પદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ શરૂં