World News/ ઓમાન નજીક વેપારી જહાજ પર હુમલો: 11 ભારતીયોમાંથી 10 સુરક્ષિત

વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ ઈરાનના પરમાણુ કાર્યક્રમ, અમેરિકી હવાઈ હુમલાઓ અને મિસાઈલ હુમલા (Attack)ઓને લઈને બંને દેશો વચ્ચે સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે

Top Stories World
ઓમાનના દરિયાકિનારે વેપારી જહાજ GFS Galaxy પર થયેલા હુમલા (Attack)બાદ ભારતે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે

World News : ઓમાનના દરિયાકિનારે વેપારી જહાજ GFS Galaxy પર થયેલા હુમલા (Attack)બાદ ભારતે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા મુજબ, જહાજમાં કુલ 11 ભારતીય નાગરિકો (Indian Crew)સવાર હતા. તેમાંના 10 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય નાગરિક હજુ પણ ગુમ છે. તેની શોધ માટે ઓમાન સરકાર અને ભારતીય દૂતાવાસ સતત કામગીરી કરી રહ્યા છે.

મસ્કતમાં સ્થિત ભારતીય દૂતાવાસ ઓમાની સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન પર નજર રાખી રહ્યું છે. ભારતે આ કામગીરીમાં સહયોગ બદલ ઓમાન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર જહાજોની અવરજવર નિરાંતે ચાલુ રહે તે માટે અપીલ

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વેપારી જહાજો અને નાગરિક સુવિધાઓને નિશાન બનાવવાના હુમલા (Attack)તરત બંધ થવા જોઈએ. ભારતે તમામ પક્ષોને તણાવ ઘટાડવા, સંવાદ દ્વારા ઉકેલ લાવવા અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર જહાજોની અવરજવર નિરાંતે ચાલુ રહે તે માટે અપીલ કરી છે.

મધ્યપૂર્વમાં વધ્યો તણાવ

આ હુમલા વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ગંભીર બન્યો છે. વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ ઈરાનના પરમાણુ કાર્યક્રમ, અમેરિકી હવાઈ હુમલાઓ અને મિસાઈલ હુમલા (Attack)ઓને લઈને બંને દેશો વચ્ચે સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે.

ઈરાને જોર્ડન તરફ બેલિસ્ટિક મિસાઈલો છોડ્યાનો દાવો કર્યો છે, જ્યારે ઓમાનના મુસંદમ વિસ્તારમાં પણ ડ્રોન હુમલાની ઘટના સામે આવી છે. બહેરીને પણ ઈરાન પર મિસાઈલ અને ડ્રોન હુમલાના આરોપ લગાવ્યા છે. બીજી તરફ UAEએ જણાવ્યું છે કે તેના વિસ્તારમાં કોઈ મિસાઈલ પ્રવેશી નથી અને તેની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણ એલર્ટ પર છે.

વિશ્લેષકોના મતે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait)વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ છે. આ વિસ્તારમાં વધતા તણાવને કારણે વેપારી જહાજોની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય શિપિંગ પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત સહિત અનેક દેશોએ સમુદ્રી માર્ગોને સુરક્ષિત રાખવા અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ભાર મૂક્યો છે.


આ પણ વાંચો : હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલવાની આશા,110 દિવસથી વિશ્વ રાહ જોઈ રહ્યું છે

આ પણ વાંચો : ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યું! અમેરિકાના નવા હુમલાઓ બાદ ખાડી વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ

આ પણ વાંચો : ઈરાનનો અમેરિકાને ફરી વાટાઘાટોનો પ્રસ્તાવ, યુદ્ધવિરામ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની માંગ