Gandhinagar News/ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા, ભારે પવનને પગલે માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં બે હવામાન સિસ્ટમ સક્રિય થવાથી આગામી સાત દિવસ સુધી હળવા વરસાદની શક્યતા. દરિયાકાંઠે ભારે પવનની આગાહીને પગલે માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના.

Gujarat Gandhinagar Breaking News
rain

Gandhinagar News: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી ગતિવિધિ ધીમી પડી છે, પરંતુ હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં બે હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની શક્યતા યથાવત છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે માછીમારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 7 દિવસ હળવા વરસાદ (Rain)ની હવામાન વિભાગની આગાહી

 ગુજરાતમાં ચોમાસું હાલ થોડું નબળું પડ્યું હોવા છતાં હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હાલમાં સક્રિય મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.

રાજ્યના ભાવનગર અને સુરેન્દ્રનગર સૌથી ગરમ

છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ (Atmosphere)મુખ્યત્વે શુષ્ક રહ્યું, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ભાવનગર અને સુરેન્દ્રનગર (Surendranagar)માં સૌથી વધુ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. આજે માત્ર ભરૂચ જિલ્લામાં 1 મિમી વરસાદ નોંધાયો છે.

દરિયાકાંઠે ભારે પવન, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી ત્રણ દિવસ સુધી 40થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે અને કેટલાક વિસ્તારોમાં 65 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આથી માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં વરસાદની હજુ પણ 20% ઘટ

ચાલુ ચોમાસામાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 20 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જોકે જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 76 ટકા અને ગુજરાત રિજીયનમાં 63 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં જુલાઈ દરમિયાન સરેરાશ 67 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

ચોમાસાની સિસ્ટમ નબળી પડતા વરસાદ ઘટ્યો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9 જુલાઈ પછી બંગાળની ખાડીમાં કોઈ નવી મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ નથી. ઉપરાંત ચોમાસાની ટ્રફ પણ ઉત્તર તરફ સરકી જતાં દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો નોંધાયો છે. આગામી થોડા દિવસો સુધી ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થવાની શક્યતા ઓછી હોવાનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો: 18થી 25 જુલાઈ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં સારા વરસાદની સંભાવના

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, 4 દિવસમાં 3 હજારથી વધુ મુસાફરોએ ટિકિટ રદ કરાવી

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો વિરામ યથાવત, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા; ખેડૂતોની ચિંતા વધી