china news/ ચીનમાં પૂરના પાણીમાં 900 સાપ વહી ગયા! કોબ્રા સહિત ઝેરી સાપોથી લોકોમાં ભારે ફફડાટ

દક્ષિણ ચીનમાં ભારે વરસાદ અને પૂર (China Flood)ના કારણે સર્જાયેલા વિનાશ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે

World
દક્ષિણ ચીનમાં ભારે વરસાદ અને પૂર (China Flood)ના કારણે સર્જાયેલા વિનાશ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે

China News : દક્ષિણ ચીનમાં ભારે વરસાદ અને પૂર (China Flood)ના કારણે સર્જાયેલા વિનાશ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે. ગુઆંગ્શી પ્રાંતમાં આવેલા એક સ્નેક બ્રીડિંગ ફાર્મમાંથી પૂરનાં પાણી સાથે આશરે 900 જેટલા સાપ (900 Snakes,)વહી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

પૂરમાં તબાહ થયો સ્નેક ફાર્મ

અહેવાલો મુજબ, 6 જુલાઈએ ટાયફૂનના કારણે આવેલા ભારે પૂરના પાણી ડેંગવેઈ ગામ નજીક આવેલા સ્નેક બ્રીડિંગ ફાર્મમાં ઘૂસી ગયા હતા. પાણીના જોરદાર પ્રવાહમાં ફાર્મને ભારે નુકસાન થયું અને ત્યાં રાખવામાં આવેલા સેંકડો સાપ બહાર નીકળી ગયા. કેટલાક અહેવાલોમાં નજીકના પ્રાણીસંગ્રહાલયમાંથી પણ અનેક પ્રાણીઓ ગાયબ થયા હોવાનું જણાવાયું છે.

વીડિયો જોઈ લોકોમાં ભય

વાયરલ વીડિયોમાં પૂરનાં પાણી સાથે સાપ તણાતા જોવા મળતા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘરોની આસપાસ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં સાપ દેખાતા લોકો ઘર બહાર નીકળતાં પણ ડરી રહ્યા છે.

પ્રશાસનનું રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને વિશેષ ટીમોને કામે લગાવી છે. ફિશિંગ નેટ, સુરક્ષા સાધનો અને અન્ય ઉપકરણોની મદદથી સાપોને પકડવાની કામગીરી ચાલી રહી છે. ગ્રામજનો પણ બચાવ અભિયાનમાં સહયોગ આપી રહ્યા છે.

કોબ્રા સહિત ઝેરી પ્રજાતિઓનો ભય

અધિકારીઓના જણાવ્યા મુજબ વિસ્તારમાં કોબ્રા (Cobra), કિંગ રેટ સ્નેક અને પાણીમાં રહેતા અન્ય સાપોનું પાલન કરવામાં આવે છે. મોટાભાગના સાપ બિન-ઝેરી હોવાની માહિતી છે, પરંતુ તેમાં કેટલીક ઝેરી પ્રજાતિઓ પણ સામેલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયા મુજબ સાપ કરડવાના કેટલાક બનાવો પણ નોંધાયા હોવાનું જણાવાયું છે.

રેડ એલર્ટ અને સ્થળાંતર

પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લાખો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલી રહી છે અને રાહત-બચાવ ટીમો સતત કાર્યરત છે. સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેતી રાખવા અને અનાવશ્યક બહાર ન નીકળવાની અપીલ કરી છે.


આ પણ વાંચો : ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા ભયંકર પૂરમાં આખું ગામ વહી ગયું, જુઓ ભયાનક દ્રશ્ય

આ પણ વાંચો : ચીનમાં પૂરથી ભારે તબાહી, 34 લોકોના મોત, 80 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

આ પણ વાંચો : ભારતના કડક વલણ બાદ ચીનને હોશ આવ્યો, પૂર્વી લદ્દાખમાં સાથે મળીને કામ કરવા તૈયાર