મિસ્રની સ્વેજ નહેરમાં એક વિશાળકાળ કાર્ગો કંટેનર શિપ ફસાઇ જવાથી મધદરિયે જબરજસ્ત ટ્રાફિક જામ થઇ ગયો છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો તેને જલદીથી ન હટાવાયું તો આ રસ્તાથી આવતી વૈશ્વિક આપૂર્તિ પ્રભાવિત થઇ શકે છે. તમને જણાવી દઇએ કે સ્વેજ નહેર ભૂમધ્ય સાગરને લાલ સાગર સાથે જોડે છે. આ માર્ગ મારફતે એશિયાથી યુરોપ જતા જહાજોને આફ્રીકા સુધી ફરીને જવું પડતું નથી.

એમવી એવર ગિવન નામના આ જહાજ પર પનામાનો ઝંડો લાગેલો છે. આ જહાજ એશિયા અને યુરોપ વચ્ચે વેપાર કરે છે. હજુ સુધી એ જાણી શકાયુ નથી કે આ જહાજ કેવી રીતે નહેમાં સફાઇ ગયુ. એવરગ્રીન મરીન કોપ્ર્સ નામની તાઇવાનની એક શિપિંગ કંપની આ જહાજનું સંચાલન કરે છે. કંપનીના નિવેદનમાં કહેવાયુ છે કે જહાજે જ્યારે લાલ સાગરમાંથી નહેરમાં પ્રવેશ કર્યો તે દરમિયાન તેને ખુબ તેજીલા પવનોનો સામનો કરવો પડ્યો હતો. જો કે મિસ્રના એક અધિકારીએ કહ્યુ કે જહાજ નહેરમાં ફસાવવાને લીધે હવા ઝડપી બની છે.જો કે આ વિસ્તારમાં મંગળવારે ખુબ ઝડપી પવનો ફૂકાયા હતા અને રેતીનું વાવાઝોડું પણ આવ્યુ હતું. આ સમય દરમિયાન પચાસ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હવા ચાલી રહી હતી.
A ship, stretching more than 1,300 feet, ran aground at the Suez Canal and blocked one of the world’s most vital shipping lanes, leaving more than 100 ships stuck at each end of the canal. https://t.co/HlHo9Od9J5 pic.twitter.com/eojCcoBhfs
— The New York Times (@nytimes) March 24, 2021
એવરગિવનના અધિકારી બર્નહાર્ડ શુલ્તે કહ્યુ કે જહાજમાં સવાર ચાલક દળ અને તેના તમામ સદસ્યો સુરક્ષિત છે. હજુ સુધી કોઇના ઘાયલ થવાની ખબર આવી નથી. મરીનટ્રેફિકડોટકોમ પ્રમાણે જહાજનો આગળનો ભાગ નહેરની પુર્વની દિવાલને અડી ગયો છે. જ્યારે પાછળનો ભાગ પશ્ચિમી દિવાલની નજીક છે. કેટલાય નાના મોટા જહાજો તેની આસપાસ ભેગા થઇ ગયા છે. અને તેને આગળ લઇ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જહાજને સીધુ કરવામાં લાગી શકે છે બે દિવસ
મિસ્રના અધિકારીઓએ જણાવ્યુ કે નાના જહાજોથી એવરગિવનને સીધુ કરવામાં બે દિવસનો સમય લાગી શકે છે. સ્વેજ નહેરની પાસે નહેરના દક્ષિણ તરફ આ જહાજ ફસાયું છે. અહી જહાજો માટે સિંગલ લેન છે. કૈંપબેલ યુનિવર્સીટીમાં પ્રોફેસ આર. મર્કોગ્લિયાનોએ કહ્યુ કે જહાજ ફસાવવાથી ભૂમધ્યસાગર અને લાલસાગર વચ્ચે થતા વેપારમાં તેનાથી ભારે નુકશાન થઇ શકે છે. દરરોજ આ કેનાલમાંથી ૧૦૦ જેટલા માલવાહક જહાજો પસાર થાય છે. હવે નહેર બંધ હોવાથી કોઇ પણ જહાજ ઉત્તરથી દક્ષિણ તરફ જઇ શકતું નથી.

400 મીટર લાંબુ છે જહાજ
એવર ગિવન જહાજ નેધરલેન્ડના રોટર્ડમ માટે રવાના થયુ હતું. ૨૦૧૮માં બનેલા આ જહાજની લંબાઇ ૪૦૦ મીટર અને પહોળાઇ પ૯ મીટર છે. આ દુનિયાના કેટલાક સૌથી મોટા માલવાહક જહાજો પૈકી એક છે. તેના પર એક વખતમાં ૨૦ હજાર કંટેનર્સ લઇ જઇ શકાય છે. ૧૮૬૯માં બનેલી સ્વેજ જહેર તેલ, પ્રાકૃતિક ગેસ, અને કાચા માલને પુર્વથી પશ્ચિમ તરફ લઇ જતા માર્ગો પૈકીની એક છે. દુનિયાનો ૧૦ ટકા વેપાર આ જ રસ્તાથી થાય છે. અને તેના મારફતે મિસ્રના રાજસ્વમાં મોટું યોગદાન થાય છે.
