Not Set/ ભાજપના વધુ એક નેતા કોરોનાની ઝપેટે, હવે અહીંના મેયરને થયો કોરોના

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા મેયર કેયુર રોકડિયાને કોરોનાના પ્રારંભિક લક્ષણો બાદ RTPCR ટેસ્ટ  કરાવ્યો હતો. અને રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Gujarat Vadodara Trending

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ઘણી મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. ત્યારે હવે વડોદરા ભાજપના નવનિયુક્ત મેયર કેયુર રોકાદીયાને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા મેયર કેયુર રોકડિયાને કોરોનાના પ્રારંભિક લક્ષણો બાદ RTPCR ટેસ્ટ  કરાવ્યો હતો. અને રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તો ડોક્ટરની સલાહ પ્રમાણે હોમ ક્વોરંટાઇન  થયા છે. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ના સાંસદ રંજન બેન ભટ્ટ પન કોરોનાનો શિકાર બની ચુક્યા છે. અને ખાનગી હોસ્પીટલમાં સવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલ માં જ ચાલી રહેલી વિધાનસભામાં પણ ૯ જેટલા ધારાસભ્યો કોરોનાનો શિકાર  બન્યા છે. તો કોંગ્રેસ અને ભાજપના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. હાલમાં રાજ્યમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે. છતાય રાજ્યમાં કોરોના કેસમાં ઘણો વધારો જોવા મળી રહ્યોછે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણી બાદ કોરોના કેસમાં સતત વધરો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કુલ કેસનો આંક પણ ૩ લાખની નજીક પહોચવા આવ્યો છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઇ અમદાવાદ જેવા શહેરમાં હોસ્પીટલમાં બેડની સંખ્યા પણ વધારવામાં આવી છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગઈ કાલે રાજ્યમાં 1790  કેસ સામે આવ્યા હતા. તો 8 દર્દીના મોત થયા હતા. હાલમાં રાજ્યમાં કુલ 8823 એક્ટિવ કેસ છે.  રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,92,169 પહોંચ્યો છે.