મહેસાણા,
મહેસાણામાં દૂધ સાગર ડેરીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. દૂધ અને દૂધની બનાવટો દૂર દૂર સુધી પહોંચે તે માટે આ એક યોજના શરૂ કરવામાં આવી છે.
મહેસાણા દૂધ સાગર ડેરીમા 7000. શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવા માટેની યોજના ઘડી છે. ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત બેરોજગારની દુરડા સહાયક તરીકે ડેરી નિમણૂક કરશે.
દૂધસાગર ડેરીની વિવિધ પ્રોડકટનું આ સહાયક થકી ગ્રામ્ય વિસ્તારમાં વેચાણ કરવામાં આવશે. વેચાણના બદલામાં દુરડા સહાયકને આકર્ષક કમિશન ડેરી આપશે. સમગ્ર ગુજરાતમાં આવી યોજના અમલમાં મુકનાર દૂધસાગર ડેરી પ્રથમ દરેક ગામદીઠ બે યુવાનની દુરડા સહાયક તરીકે નિમણૂક કરશે. દુરડા એટલે દૂધસાગર રિસર્ચ એન્ડ ડેપલપમેન્ટમાં નીમણૂંક કરશે.
