Vadodara News/ વડોદરામાં જેસીબી પર જોખમી સવારી કરાવનાર ડ્રાઈવરની ધરપકડ, પોલીસે કાન પકડાવી મંગાવી માફી

વડોદરા (Vadodara) ના ખોડીયારનગરમાં જેસીબી પર શ્રમિકોને બેસાડી જોખમી સવારી કરાવવાનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે ડ્રાઈવરને જેલના સળિયા પાછળ ધકેલ્યો.

Top Stories Gujarat Vadodara
Vadodara JCB Viral Video Action

Vadodara JCB Viral Video: વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ખોડીયારનગર વિસ્તારમાં એક જેસીબી (JCB) પર સાતથી આઠ શ્રમિકોને બેસાડીને જોખમી રીતે પૂરપાટ ઝડપે હંકારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયોના આધારે હરણી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે.

Vadodara: શું હતો સમગ્ર મામલો?

વડોદરાના ખોડીયારનગર ચાર રસ્તાથી દરજીપુરા હાઈવે તરફ જઈ રહેલા એક જેસીબીના આગળના ભાગમાં (સૂપડામાં) અને પાછળના ભાગે અનેક શ્રમિકો બેઠા હતા. એક જાગૃત નાગરિકે આ જોખમી સવારીનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જો સહેજ પણ બેલેન્સ બગડ્યું હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

Vadodara JCB Viral Video Action

પોલીસે કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી

ટ્રાફિક પોલીસની ફરિયાદના આધારે હરણી પોલીસે આરોપી ડ્રાઈવર મુમતાજ હકીમ મિયા આલમ (રહે. વડોદરા, મૂળ બિહાર) ની ધરપકડ કરી હતી. પોલીસ સ્ટેશનમાં આરોપીએ પોતાની ભૂલ સ્વીકારી કાન પકડીને માફી માંગી હતી. તેણે કબૂલાત કરી હતી કે, “આ મારી ભૂલ હતી, હવે પછી ક્યારેય આવું જોખમી કામ નહીં કરું.” પોલીસે તેની પાસે ઉઠક-બેઠક પણ કરાવી હતી.

Vadodara JCB Viral Video Action

તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

શહેરમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે પૂરપાટ ઝડપે પસાર થતા આ જેસીબી પર કોઈ ટ્રાફિક પોલીસની નજર કેમ ન પડી? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત? શહેરમાં ખાસ કરીને ભારે વાહનો ચાલકો બેફામ વાહન હંકારીને લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે પોલીસ અને આરટીઓની કડક ચેકિંગ જરૂરી બની છે.


આ પણ વાંચો: ABVPના કાર્યકર્તાઓના સીન સપાટા, રેલીમાં કાર્યકરોએ કર્યા જોખમી સ્ટંટ, પોલીસ કાર્યવાહી

આ પણ વાંચો: સુરતના ડુમસ બીચ પર સ્ટંટને કારણે મર્સિડીઝ ફસાઈ

આ પણ વાંચો: સુરતમાં પ્રેમી પંખીડાઓને બાઇક પર સ્ટંટ કરવો મોંઘો પડ્યો