Ahmedabad News/ સાણંદમાંથી 7.48 લાખનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

SOGએત્રણ શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

Ahmedabad Gujarat
ઉત્તરાયણ નજીક આવતા જ ચાઈનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ શરૂ થઈ ગયું

Ahmedabad News : ઉત્તરાયણ નજીક આવતા જ ચાઈનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ શરૂ થઈ ગયું છે. ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ લેન્ટનના ઉત્પાદન અને વેચાણ તથા નાઈલોન અથવા અન્ય સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલી હોય અને નોન બાયો ડીગ્રેબલ હોય તેવા ચાઈનીઝ દોરીના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. આ પ્રકારની પ્રતિબંધિત સામગ્રીનું વેચાણ કરતા શખ્સોને શોધી કાઢવા અમદાવાદ રેન્જ આઈજી વિધી ચૌધરી, એસપી એમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફાર્મ હાઉસમાં ચાઈનીઝ દોરીનો જથ્થો સંતાડ્યો હતો

જેમાં SOG પોલીસને માહિતી મળી હતી કે સાણંદમાં નાની ગોલવડ ખાતે રહેતા ભીખાભાઈ એસ.રાણા અને તેમનો પુત્ર રાજુ રાણા ચોરી છુપીથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો નળ સરોવર જતા રોડ પર રણમલગઢ ગામની સીમમાં રોડ પર અમરતભાઈ રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાં ઉતારેલો છે ત્યાંથી તેઓ વેચાણ કરે છે.

જેને આધારે પોલીસે અમરતભાઈ રબારીના ફાર્મ હાઉસમાં દરોડો પાડીને 39 બોક્સ કબજે કર્યા હતા. જેમાં 1872 પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ.7,48,800 હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કેસમાં પોલીસે ભાખાભાઈ એસ.રાણા, રાજુ ભીખાભાઈ રાણા અને અશોક મુળજીભાઈ ઠાકોરની ધરપકડ કરી હતી. .


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ઉત્તરાયણ પહેલાં ચાઈનીઝ દોરી પર ખાસ કાર્યવાહી, અમદાવાદમાં 8 લાખનો જથ્થો જપ્ત

આ પણ વાંચો: પંચમહાલમાં ચાઈનીઝ દોરીએ લીધો આધેડનો જીવ

આ પણ વાંચો: સુરતમાંથી પ્રતિબંધિ ત ચાઈનીઝ દોરીનો જથ્થો ભરેલું ગોડાઉન મળી આવ્યું, 2 લોકોની અટકાયત